તા ૨૦.૯.૨૦૨૨ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને મેટોડા સ્થિત યુનિટી ફૂડ એન્ડ મિલ્ક પ્રોડક્ટ પ્રા.લી. કંપનીની મુલાકાત કરવા માટે લઈ ગયેલા હતા. જ્યાં એચ.આર.મેનેજર તરીકે ફરજ બજાવતા શ્રી ચાંદનીબેન મહેતા દ્રારા વિદ્યાર્થીઓને કંપની વિષે માહિતી આપી હતી. અને તેઓ પણ ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા , તે ઉપરાંત ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી નેહાબેન રાખશીયા પણ ત્યાં ફરજ બજાવી રહ્યા છે જે ભવન માટે ખુબ જ ગર્વની બાબત છે. હાલમાં એમ.એસ.ડબલ્યું.સેમે.૩નાં બે વિદ્યાર્થીની બહેનો ત્યાં ફિલ્ડવર્ક માટે પણ જાય છે.ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.