તા.૧૮.૧૦.૨૦૨૪ નાં રોજ સ્ટારસિનર્જી હોસ્પિટલની મુલાકાત કરવા માટે લઈ ગયેલ હતા. જેમાં સ્ટાર સિનર્જી હોસ્પિટલનાં શ્રીડો.સુરસિંહ બારડસરે CPR ઉપર પ્રેક્ટીકલ કરીને અને BLS પર માહિતી આપી વિદ્યાર્થીઓને પણ પ્રેક્ટીકલ કરાવેલ અને માર્ગદર્શન આપેલ.આ સાથે સમાજકાર્ય ભવનના અધ્યક્ષ શ્રીડો.રાજેશભાઈ દવે દ્રારા વર્તમાન સમયમાં CPRની જરૂરીયાત અને આવશ્યકતા ઉપર ભાર મૂકી સમજાવેલ હતું. વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન અને શ્રી ચાંદનીબેન ગયેલ હતા.અંતમાં વિદ્યાર્થી શ્રી આશિષભાઈએ માહિતી આપવા બદલ આભાર માન્યો હતો.