તા.૨૫.૧૨.૨૦૨૪ ના રોજ સમાજકાર્ય ભવન માંથી એમ.એસ.ડબલ્યું.સેમ.૧ નાં વિદ્યાર્થીઓને રાજકોટ મધ્યસ્થ જેલની મુલાકાત માટે લઈ ગયા હતા.એમ.એસ.ડબલ્યું.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સમાજમાં અપરાધ થતા અટકાવવા માટે , અને જે ગુનેગાર હોય તેમનું સમાજમાં પુન:સ્થાપન થાય તે હેતુથી જેલની મુલાકાત લેવી જરૂરી હોય. તેનાથી વિદ્યાર્થીઓ જ્યાં ક્ષેત્રકાર્ય કરવા માટે જાય ત્યા સમાજના અન્ય લોકોને આનાથી માહિતગાર કરશે. ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે અધ્યક્ષ ડો.રાજેશભાઈ દવે, અધ્યાપક શ્રી ડો.પી.વી.પોપટ, શ્રી જયભાઈ ચાવડા, ફિલ્ડવર્ક ઓફીસર શ્રી હિરલબેન અને બીનાબેન સાથે ગયા હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીની શ્રી રૈયાણી નીધીબેને આભાર વિધિ કરી હતી.