M.S.W.Sem.I Visit at GOPAL Snacks Pvt.Ltd. Metoda

તા ૨૦.૯.૨૦૨૨ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને મેટોડા સ્થિત ગોપાલ સ્નેક્સ પ્રા.લી. કંપનીની મુલાકાત કરવા માટે લઈ ગયેલા હતા. જ્યાં એચ.આર.આસી.તરીકે ફરજ બજાવતા શ્રી હિરલબેન દવે દ્રારા વિદ્યાર્થીઓને કંપની  વિષે માહિતી આપી હતી. અને આજ કંપનીમાં એચ.આર.હેડની ફરજ બજાવી રહ્યા છે શ્રી પ્રદીપભાઈ ધાંધલ કે જેઓ ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા , તે ઉપરાંત ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી જયેશભાઈ ટાંક પણ ત્યાં ફરજ બજાવી રહ્યા છે જે ભવન માટે ખુબ જ ગર્વની બાબત છે.હાલમાં એમ.એસ.ડબલ્યું.સેમે.૩નાં બે વિદ્યાર્થીની બહેનો ત્યાં ફિલ્ડવર્ક માટે પણ જાય છે.ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.


Published by: Department of Social Work

20-09-2022