તા.૫/૧૨/૨૦૨૪ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને ગોપાલ સ્નેક્સ લી.મેટોડા ની મુલાકાત માટે લઈ ગયેલા હતા. ત્યાં શ્રી જયેશભાઈ ટાંક એચ.આર.મેનેજર તરીકે ફરજ બજાવે છે અને તેઓ સમાજકાર્ય ભવનના જ વિદ્યાર્થી હતા. તે ઉપરાંત શ્રી કિંજલબેન પણ એચ.આર.વિભાગમાં ફરજ બજાવે છે અને તેમના દ્રારા વિદ્યાર્થીઓને કંપની વિષે અને કર્મચારીઓને અપાતી સગવડતાઓ વિષે માહિતગાર કરવામાં આવેલ હતા.આ માહિતી ભવિષ્યમાં જ્યારે પણ વિદ્યાર્થીઓ ક્ષેત્રકાર્ય માટે જાય ત્યારે ખુબજ ઉપયોગી નીવડશે. ત્યાં ભવનમાંથી એમ.એસ.ડબલ્યું.સેમ.૪ નાં વિદ્યાર્થી કુ.પરમાર ઈશીતાબેન અને શ્રી સાગઠીયા કાજલબેન અહિ બ્લોક પ્લેસમેન્ટ કરવા માટે જાય છે. તેઓ પણ અમારી સાથે જોડાયા હતા.વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન રાવલ ગયા હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ શ્રી વાજા હિનાબેન દ્રારા આભાર વિધિ કરવામાં આવેલ હતી.