તા.૮.૮.૨૦૨૩ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને ગોપાલ સ્નેક્સ લી.મેટોડા ની મુલાકાત માટે લઈ ગયેલા હતા. શ્રી જયેશભાઈ ટાંક તેઓ સમાજકાર્ય ભવનના જ વિદ્યાર્થી હતા અને હાલ તેઓ એચ.આર.મેનેજર તરીકે ફરજ બજાવે છે તેમના દ્રારા વિદ્યાર્થીઓને કંપની વિષે અને કર્મચારીઓને અપાતી સગવડતાઓ વિષે માહિતગાર કરવામાં આવેલ હતા.આ માહિતી ભવિષ્યમાં જ્યારે પણ વિદ્યાર્થીઓ ક્ષેત્રકાર્ય માટે જાય ત્યારે ખુબજ ઉપયોગી નીવડશે.ત્યાં અને ભવનમાંથી એમ.એસ.ડબલ્યું.સેમ.૩ નાં વિદ્યાર્થી કુ.ભરાડ હેતલબેન અહિ ફિલ્ડવર્ક માટે આવે છે. તેઓ પણ અમારી સાથે જોડાયા હતા.વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન રાવલ ગયા હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.