M.S.W.sem.I Visit at District Social Defence Office (2024-25)

તા.૧૧.૦૯.૨૦૨૪ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને જીલ્લા સમાજ સુરક્ષાની કચેરીની મુલાકાત માટે લઈ ગયેલા હતા. જ્યાં અમોને અધિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રીરાઠોડસર દ્રારા માહિતી આપવામાં આવી હતી.આ માહિતી ભવિષ્યમાં જ્યારે પણ વિદ્યાર્થીઓ ગ્રામીણ ક્ષેત્રકાર્ય માટે જાય ત્યારે તેઓ આ સસ્થામાં કઈ કઈ પ્રવૃત્તિ ચાલે છે તેના વિષે ત્યાના લોકોને માહિતી આપી શકે. અહિયાં હાલમાં એમ.એસ.ડબ્લ્યુ.સેમ.૩માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બે બહેનો કુ.નંદાણીયા કોમલબેન અને કુ.બોરખતરીયા રિનાબેન ત્યાં ફિલ્ડવર્ક માટે જાય છે.ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન અને શ્રી ચાંદનીબેન ગયા  હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ વિદ્યાર્થી કુ.આરતીબેન વરુએ દ્રારા આભાર વિધિ કરવામાં હતી.

 


Published by: Department of Social Work

11-09-2024