તા.૩.૯.૨૦૨૨ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને યુનિવર્સીટી રોડ પર આવેલ બી.ટી.સવાણી કિડની હોસ્પિટલની મુલાકાત કરવા માટે લઈ ગયેલા હતા.જ્યાં વિદ્યાર્થીઓને સમાજકાર્ય ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી અમિતભાઈ દુબરિયા કે જેઓ હાલમાં ત્યાં એચ.આર.મેનેજર તરીકે ફરજ બજાવે છે તેમને આ સંસ્થા વિષે માહિતી આપી હતી. ત્યાં તેમની સાથે એચ.આર.એક્ઝ્યુકીટીવ તરીકે શ્રી કોમલબેન ફરજ બજાવે છે તેમને પણ માહિતી આપી હતી. ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન અને ચાંદનીબેન જોડાયા હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.