તા.૧૦.૮.૨૦૨૩ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ, રાજકોટ. ની મુલાકાત માટે લઈ ગયેલા હતા. ત્યાં શ્રી અમિતભાઈ દુબરિયા કે હાલ તેઓ એચ.આર.મેનેજર તરીકે ફરજ બજાવે છે અને શ્રી જલુ નીલેશભાઈ ત્યાં એકેડેમિક ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ બન્ને વિદ્યાર્થીઓ સમાજકાર્ય ભવનના જ હતા . તેમના દ્રારા વિદ્યાર્થીઓને હોસ્પિટલ વિષે અને કર્મચારીઓને અપાતી સગવડતાઓ વિષે માહિતગાર કરવામાં આવેલ હતા.આ માહિતી ભવિષ્યમાં જ્યારે પણ વિદ્યાર્થીઓ ક્ષેત્રકાર્ય માટે જાય ત્યારે ખુબજ ઉપયોગી નીવડશે. વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન રાવલ ગયા હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.