આજરોજ સમાજકાર્ય ભવનમાં એમ.એસ.ડબલ્યું.સેમ.૧ ના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના ભાગરૂપે રાજકોટની સેવા ક્ષેત્રે નામાંકિત સંસ્થા શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટની મુલાકાત લેવા માટે લઈ ગયા હતાં. જ્યાં તેમની સાથે ભવનમાં ફિલ્ડવર્ક ઓફિસર તરીકે ફરજ બજાવતા શ્રી હિરલબેન રાવલ સાથે ગયા હતા.
શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના કર્તા શ્રી જયેશભાઈ ઉપાધ્યાય દ્રારા વિદ્યાર્થીઓને સંસ્થાની કાર્યવાહીથી વાકેફ કર્યા હતા.અને તે ઉપરાંત વિદ્યાર્થીઓને જે પ્રશ્નો હતા તેમનો પણ તેમણે ખુબજ સરળ રીતે જવાબ આપીને સમજાવ્યા હતા. અને વ્યસન ન કરવું તેવું પણ જણાવ્યું હતું.અને છેલ્લે તેમણે સંસ્થાની સ્મૃતિ ચિહન રૂપે વિદ્યાથીઓને અને ઓફિસરને ભેટ આપી સન્માનિત પણ કર્યા હતા.
અને છેલ્લે ભવન વતી તેમનો આભાર માનવામાં આવ્યો હતો.અને જયારે પણ તેમને જરૂરિયાત હશે ત્યારે ચોક્કસ તેમનો સાથ આપવામાં આવશે.