તા.૫.૮.૨૦૨૩ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને અખિલ હિંદ મહિલા પરિષદ ની મુલાકાત માટે લઈ ગયેલા હતા. આ સંસ્થામાં ગુજરાત સરકાર દ્રારા નારી વંદન ઉત્સવ અતર્ગત ડો.ભાવનાબેન જોષીપુરાએ મહિલાને અનુલક્ષીને એક વર્કશોપ યોજેલ હતો.ત્યાં અતિથી વિશેષ તરીકે શ્રી કંચનબેન સિદ્ધપુરા હાજર રહ્યા હતા. અને વિદ્યાર્થીઓને માહિતી આપી હતી.ત્યાં શ્રી વ્યાસ પુનમબેન હતા તેઓએ અમોને સંસ્થા ની મુલાકાત કરાવી હતી તેઓ સમાજકાર્ય ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા. આ માહિતી ભવિષ્યમાં જ્યારે પણ વિદ્યાર્થીઓ ગ્રામીણ ક્ષેત્રકાર્ય માટે જાય ત્યારે તેઓ આ સસ્થામાં કઈ કઈ પ્રવૃત્તિ ચાલે છે તેના વિષે ત્યાના લોકોને આપી શકે. અને ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી ડો.રાજુભાઈ દવે અને શ્રી હિરલબેન ગયા હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.