તા.૨૯.૭.૨૦૨૨ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને શ્રી વલ્લભી વૈષ્ણવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીજી ગૌશાળાની મુલાકાત કરવા માટે લઈ ગયેલા હતા.જ્યાં વિદ્યાર્થીઓને શ્રી પ્રભુદાસભાઈ તન્ના કે જેઓ ત્યાં ચિકિત્સા કેન્દ્ર ચલાવે છે તેઓએ સંસ્થા માં ચાલતી પ્રવૃતિઓ વિષે માહિતગાર કર્યા હતા . અને ભારતીય સંસ્કૃતિમાં ગૌ માતાનું શું મહત્વ છે અને ભવિષ્યમાં આ લોકોને કેટલી ઉપયોગી થશે જેનાથી અવગત કરવામાં આવ્યા હતા. ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન અને પ્રિતેશભાઈ તથા ચાંદનીબેન જોડાયા હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.