તા.૨૮.૭.૨૦૨૨ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને શ્રી સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ચેરીટેબલ ટ્રસ્ટ , કે જે લાઈફ સંસ્થા તરીકે જાણીતી તેની મુલાકાત કરવા માટે લઈ ગયેલા હતા.જ્યાં વિદ્યાર્થીઓને એચ.આર.મેનેજર તરીકે ફરજ બજાવતા પંડ્યા મેડમ અને ઝાલાસર દ્રારા સંસ્થા માં ચાલતી પ્રવૃતિઓ વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા.અને આ જ સંસ્થામાં ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા શ્રી સલીમભાઈ બ્લોચ સાથે પણ મુલાકાત કરવામાં આવી હતી. ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન અને પ્રિતેશભાઈ તથા ચાંદનીબેન જોડાયા હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.