તા.૧૧.૦૯.૨૦૨૪ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને જીલ્લા બાળ સુરક્ષા એકમની મુલાકાત માટે લઈ ગયેલા હતા. જ્યાં અમોને પ્રોટેક્શન ઓફિસર સંસ્થાકીય સંભાળ તરીકે ફરજ બજાવતા શ્રી ડેરવાળીયા દલસુખભાઈ દ્રારા માહિતી આપવામાં આવી હતી.આ માહિતી ભવિષ્યમાં જ્યારે પણ વિદ્યાર્થીઓ ગ્રામીણ ક્ષેત્રકાર્ય માટે જાય ત્યારે તેઓ આ સસ્થામાં કઈ કઈ પ્રવૃત્તિ ચાલે છે તેના વિષે ત્યાના લોકોને માહિતી આપી શકે. હાલમાં આ કચેરીમા પ્રોટેક્શન ઓફિસર બિનસંસ્થાકીય સંભાળ તરીકે ફરજ બજાવતા શ્રી પંકજભાઈ અને સોશ્યલ વર્કર તરીકે ફરજ બજાવતા શ્રી જયદીપભાઈ ભવનના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા તે ભવન માટે ગૌરવની બાબત છે. અહિયાં હાલમાં એમ.એસ.ડબ્લ્યુ.સેમ.૩માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બે બહેનો કુ.નનેરા શીતલબેન અને કુ.ચાવડા માન્સીબેન ત્યાં ફિલ્ડવર્ક માટે જાય છે.ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન અને શ્રી ચાંદનીબેન ગયા હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ વિદ્યાર્થી કુ.હાર્દિકભાઈ મકવાણા દ્રારા આભાર વિધિ કરવામાં હતી.