તા.૨૦.૭.૨૦૨૩ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને શ્રી વલ્લભી વૈષ્ણવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત “શ્રીજી ગૌશાળા” , ની મુલાકાત કરવા માટે લઈ ગયેલા હતા. કે જેથી આજના યુવાનામાં ગાય એ આપણા જીવન માં કેટલી ઉપયોગી છે તેનું શું મહત્વ છે તેનો ખ્યાલ આવે એ હેતુથી મુલાકાત કરવા માટે લઈ ગયેલ હતા.જ્યાં વિદ્યાર્થીઓને શ્રીપ્રભુદાસભાઈ તન્ના એ જેઓ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવે છે તેઓએ સંસ્થા વિષે અને સંસ્થામાં માં ચાલતી પ્રવૃતિઓ અને પ્રોડક્ટ વિષે માહિતગાર કર્યા હતા.અને ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન અને ડો.પ્રિતેશભાઈઅને શ્રી ચાંદનીબેન ગયા હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.