સમાજકાર્ય ભવન ,સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ.એમ.એસ.ડબલ્યું.સેમ.૨ ના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના ભાગરૂપે રૂરલ ફિલ્ડવર્કમાં જવાનું હોય છે. જ્યાં સમાજકાર્ય ભવનના સાત વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો જાય છે.ત્યાં તે લોકોએ ત્યાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની બહેનો માટે એક જાગૃતિ અંગેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં વિદ્યાર્થીઓને PPT પ્રેઝન્ટેશન દ્રારા સમજાવવામાં આવ્યું હતું. જેમાં “નારી તું નાં હારી” એ વિષય પર વાત સમજાવવામાં આવી હતી.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભવનના વિદ્યાર્થી બાબરિયા પ્રદીપભાઈ, ગેડીયા મહેશભાઈ, સાવરિયા દિવ્યેશભાઈ,વ્યાસ પ્રીયાન્શુભાઈ,ડાંગર શીતલબેન,શાહમદાર આસ્મા,અને ત્રિવેદી નેહલબેન જોડાયા હતા.
તે ઉપરાંત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના વિદ્યાર્થીઓ અને સ્કુલના સ્ટાફનો વગેરે તમામ લોકોનો સહકાર મળેલ હતો.