આજરોજ સમાજકાર્ય ભવનમાં એમ.એસ.ડબલ્યું.સેમ.૧ ના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના ભાગરૂપે રાજકોટની સરકારી સંસ્થા સ્પેશ્યલ હોમ ફોર બોયઝ ની મુલાકાત લેવા માટે લઈ ગયા હતાં. જ્યાં તેમની સાથે ભવનમાં ફિલ્ડવર્ક ઓફિસર તરીકે ફરજ બજાવતા શ્રી હિરલબેન રાવલ અને લેકચરર શ્રી પ્રિતેશભાઇ વી.પોપટ સાથે ગયા હતા.
સ્પેશ્યલ હોમ ફોર બોયઝમાં ઓફિસર ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા શ્રી દુધરેજીયા પંકજભાઈ અને શ્રી રાજાણી જયેશભાઈ અને સંસ્થામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી દેશાણીસરે વિદ્યાર્થીઓને સંસ્થાની કાર્યવાહીથી વાકેફ કર્યા હતા.અને તે ઉપરાંત વિદ્યાર્થીઓને જે પ્રશ્નો હતા તેમનો પણ તેમણે ખુબજ સરળ રીતે જવાબ આપીને સમજાવ્યા હતા.
સમાજકાર્ય ભવન માટે ગૌરવની વાત તો એ હતીકે શ્રી પંકજભાઈ અને જયેશભાઈ બન્ને ભવનના જ વિધાર્થીઓ હતા.
અને છેલ્લે ભવન વતી તેમનો આભાર માનવામાં આવ્યો હતો.અને જયારે પણ તેમને જરૂરિયાત હશે ત્યારે ચોક્કસ તેમનો સાથ આપવામાં આવશે.