તા.૨૭.૯.૨૦૨૩ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને જીલ્લા સમાજ સુરક્ષા ની કચેરી અને જીલ્લા બાળ સુરક્ષા એકમની મુલાકાત માટે લઈ ગયેલા હતા. જીલ્લા સમાજ સુરક્ષાની કચેરીની માહિત શ્રી રાઠોડ સર દ્રારા આપવામાં આવી હતી.
જીલ્લા બાળ સુરક્ષા એકમની માહિતી અધિક્ષકશ્રી પંકજભાઈ દૂધરેજિયા દ્રારા વિદ્યાર્થીઓને કચેરીમાં ચાલતી વિવિધ સરકારી યોજનાઓ વિષે સમજુતી આપી હતી.આ માહિતી ભવિષ્યમાં જ્યારે પણ વિદ્યાર્થીઓ ક્ષેત્રકાર્ય માટે જાય ત્યારે ખુબજ ઉપયોગી નીવડશે.ત્યાં ભવનમાંથી એમ.એસ.ડબલ્યું. સેમ.૩ નાં વિદ્યાર્થીઓ કુ.સોલંકી દિશાબેન અને કુ.સરવૈયા શીતલબેન અહિ ફિલ્ડવર્ક માટે આવે છે.
વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન રાવલ અને શ્રી ચાંદનીબેન ઈસલાણીયા ગયા હતા.
મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.