તા.૨૩/૧૦/૨૦૨૪ નાં રોજ સમાજકાર્ય ભવનના એમ.એસ.ડબલ્યું.સેમ.૧ નાં વિદ્યાર્થીઓને રાજકોટ સ્થિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જ્યાં અભ્યાસ કરેલ (આલફ્રેડ હાઇસ્કુલ) હતો તે સ્થળ કે જે આજે મહાત્મા ગાંધી મ્યુઝિયમ તરીકે ઓળખાય છે. તે સ્થળની મુલાકાત માટે લઈ ગયા હતા.કે જેથી કરીને વિદ્યાર્થીઓમાં ગાંધીજી વિષે જાણતા થાય અને એમ.એસ.ડબલ્યું.નાં સીલેબસમાં પણ એક વિષય ગાંધીયન સોશ્યલ વર્ક ભણાવવામાં આવે છે તેથી આ મુલાકાત લીધા બાદ વિદ્યાર્થીઓને ગાંધીજી વિષે વિશેષ માહિતી મળી જાય છે.વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન ગયા હતા.