સબ કે રામ, સબ મેં રામ,જય શ્રી રામ
અયોધ્યામાં આપણા સૌના મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ પોષ સુદ બારસ-વિક્રમ સંવત 2080 ના રોજ નૂતન મંદિરમાં પ્રતિષ્ઠિત થવાના છે.
ભારત દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી રામલલ્લાની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા અવસર પર ૧૧ દિવસના અનુષ્ઠાન કરી રહ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારની ઘરોહર સમાન અક્ષત કળશ યાત્રાનું આગમન થયું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કળશયાત્રાનું કુલપતિશ્રી પ્રોફે. નીલાંબરીબેન દવેએ ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અયોધ્યાથી આવેલ "અયોધ્યા અક્ષત પૂજન" કુલપતિશ્રી પ્રોફે. નીલાંબરીબેન દવેના માર્ગદર્શન હેઠળ યોજાયું.
માનનીય કુલપતિશ્રી પ્રોફે. નીલાંબરીબેન દવેએ અક્ષત કળશને મસ્તક પર ધારણ કર્યો અને સરસ્વતી મંદિરમાં અક્ષત કળશની સ્થાપના, પૂજન અને આરતી કરવામાં આવી.
ભવ્ય અને દિવ્ય અક્ષત કળશને સૌ કર્મચારીઓ-વિદ્યાર્થીઓએ મસ્તક પર ધારણ કર્યો.
કુલપતિશ્રી પ્રોફે. નીલાંબરીબેન દવેએ જણાવ્યું હતું કે, રામ સૌના છે, ભારતીય સંસ્કૃતિ એ સમગ્ર વિશ્વમાં પ્રાચીન સંસ્કૃતિ છે. ભારત આજે અમૃતકાળમાંથી પસાર થઈ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીની નિશ્રામાં ભારતમાં રામરાજ્યની સ્થાપના થઈ રહ્યાનું અનુભવે છે. સમગ્ર ભારત અને વિશ્વ આજે રામમય બન્યું છે.
સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસર "જયશ્રી રામ" ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું..... સમગ્ર પરિસરમાં રાસ-ગરબાની રમઝટ સાથે અક્ષત કળશનું ભવ્ય સ્વાગત થયું.
સંસ્કૃત ભવનના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શ્રીરામની ઝાંખી કરાવતી ભવ્ય રંગોળી કરવામાં આવી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન અર્જુનલાલ હિરાણી કોલેજના અધ્યાપકો-છાત્રો દ્વારા સંગીત સાથે રામ ભજન/આરતી પ્રસ્તુત કરવામાં આવી
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી, કુલસચિવશ્રી, અધ્યાપકો, વહીવટી અધિકારી, કર્મચારી, શોધ છાત્રો, વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહી આરતીમાં ભાગ લીધો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે. નીલાંબરીબેન દવેએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારત દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી રામલલ્લાની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા અવસર પર ૧૧ દિવસના અનુષ્ઠાન કરી રહ્યા છે. સમગ્ર ભારત અને વિશ્વ આજે રામમય બન્યું છે. ભારત આજે અમૃતકાળમાંથી પસાર થઈ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીની નિશ્રામાં ભારતમાં રામરાજ્યની સ્થાપના થઈ રહ્યાનું અનુભવે છે. રામ સૌના છે, ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં પ્રાચીન સંસ્કૃતિ છે. ભગવાન શ્રી રામે આપણને સંસ્કાર, મર્યાદા,ત્યાગ અને ચરિત્ર નિર્માણ શીખવ્યું છે. ભારત એ સાંસ્કૃતિક પરંપરા અને વૈવિધ્ય ધરાવતું રાષ્ટ્ર છે. ભગવાન શ્રી રામ એ પ્રત્યેક ભારતવાસીઓના હ્રદયમાં છે.
સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસર "જયશ્રી રામ" ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. સમગ્ર પરિસર રામમય બન્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવારના સૌ કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ અક્ષત કળશને વધાવ્યો હતો.
આ પ્રસંગે સંસ્કૃત ભવનના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શ્રી રામની ભવ્ય રંગોળી કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંયોજન ડો. મનીષભાઈ ધામેચા, પ્રો. મનીષભાઈ શાહ અને પ્રો. રાજાભાઈ કાથડ દ્વારા કરવામાં આવ્યું હતું.