સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણની સાથે સાથે સામાજિક મૂલ્યો, સંસ્કૃતિ અને પરંપરાનું જતન રાષ્ટ્રસેવા અને સેવાકીય પ્રવૃતિઓ થતી રહે છે.
આવાજ ઉમદા હેતુથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા ત્રણ પદ્મશ્રીઓના સન્માનનો કાર્યક્રમ "મારી કલાયાત્રા" યોજાયો હતો. આ કાર્યક્રમમાં પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ, પદ્મશ્રી મહિપત કવિ તથા પદ્મશ્રી પરેશભાઈ રાઠવાનું સન્માન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદરણીય કુલપતિશ્રી પ્રોફે. ગીરીશભાઈ ભીમાણીનાં અધ્યક્ષસ્થાને યોજાએલ હતો તથા કાર્યક્રમમાં મુખ્ય અતીથી તરીકે સામાજિક સમરસતા ગતિવિધિના અખિલ ભારતીય સહસંયોજકશ્રી રવીન્દ્રજી કિરકોલે ઉપસ્થિત રહ્યા હતા.