માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનમાં તા.02/05/2024 ના રોજ મતદાન જાગૃતિ અંગે શપથવિધિના કાર્યક્રમનું આયોજન કરવામાં જેમાં કાયદા વિદ્યાશાખાના ડીનશ્રી ડૉ. મયુરસિંહ જાડેજા, ભવનના અધ્યક્ષશ્રી ડૉ. ભગીરથસિંહ માંજરીયા, અમદાવાદ થી પધારેલા નાણાવટી લો કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ. હિરેન પટેલ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ તથા મોટી સંખ્યામાં એલએલ.એમના વિદ્યાર્થીઓ તથા પીએચ.ડીના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભવનના ફેકલ્ટી ડૉ. સાગર અમીપરા, ડૉ. હિરેન ચગ તથા પીએચ.ડીના વિદ્યાર્થીની સોનલ તાવીયાડ એ જહેમત ઉઠાવી હતી.