તારીખ ૦૬ - ૧૨- ૨૦૨૨ નાં રોજ સમરસતા દિન નિમિત્તે અર્થશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સંયુક્ત ઉપક્રમે ડૉ. બાબા સાહેબ આંબેડકરજીના જીવન પર સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માનવ અધિકાર અને કાયદા ભવન તેમજ સમાજ કાર્ય ભવનનાં અધ્યક્ષ શ્રી ડૉ. રાજુભાઈ દવે, અર્થશાસ્ત્ર ભવનના પ્રોફેસર ડૉ. સંજય પંડ્યા, ડૉ. અમર પટેલ તેમજ ડૉ. બાબા સાહેબ આંબેડકર ચેર નાં પ્રોફેસર ડો. રામભાઈ સોલંકી તથા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિભાગ સંગઠન મંત્રી રવિભાઈ સોલંકી રાજકોટ જિલ્લાના સંગઠન મંત્રી શ્રી ભૂમિ ભાઈ જોગી તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉપાધ્યક્ષ પુનિતભાઈ થાનકી તેમજ કરણભાઈ ઓડેદરા ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર સંગોષ્ઠિનું સંચાલન અર્થશાસ્ત્ર ભવનનાં પ્રોફેસર ડો. અમર પટેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ બાબા સાહેબના જીવન પર અર્થશાસ્ત્ર ભવનના બે વિદ્યાર્થી દ્વારા સ્પીચ આપવામાં આવી હતી. તે ઉપરાંત માનવ અધિકાર અને કાયદા ભવન તેમજ સમાજ કાર્ય ભવનનાં અધ્યક્ષ શ્રી ડૉ. રાજુભાઈ દવે દ્વારા ડૉ. બાબા સાહેબના આદર્શ વ્યક્તિત્વ અને બંધારણ માં મહત્વનું યોગદાન સંદર્ભે વાત મુકવામાં આવી તેમજ સંઘર્ષ વગર વિકાસ નહી તેવી પ્રેરણા વિદ્યાર્થીઓ ને આપવામાં આવી, તે ઉપરાંત ડૉ. રામભાઈ સોલંકી અને રવિભાઈ સોલંકી દ્રારા વિષય સંદર્ભે વ્યાખ્યાન આપવાં માં આવ્યું, આ કાર્યક્રમ માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નાં કાર્ય કર્તાઓ અને અર્થશાસ્ત્ર ભવન નાં વિદ્યાર્થીઓ સહભાગી થયાં હતાં.