કુલપતિશ્રી પ્રો.ડૉ.નિલામબરીબેન દવે મેડમે કેમ્પના ખેલાડીઓની શુભેચ્છા મુલાકાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડબોલ ભાઈઓની ટીમ આવતીકાલે સાગર મધ્યપ્રદેશ ખાતે વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં ડૉ.હરિસિંહગોર યુનિવર્સિટી સાગર મધ્યપ્રદેશ મુકામે રમવા જનાર છે. 

આ ટીમનો કોચિંગ કેમ્પ યુનિવર્સિટીના હેન્ડબોલ મેદાન ઉપર ચાલી રહ્યો છે.જેમાં આજે રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિશ્રી પ્રો.ડૉ.નિલામબરીબેન દવે મેડમે કેમ્પના ખેલાડીઓની શુભેચ્છા મુલાકાત લઈ  ખેલાડીઓને શિસ્ત, સ્વયં, એકાગ્રતાથી ઇન્ટર યુનિવર્સીટી  ટુર્નામેન્ટમાં ભાગ લઈ યુનિવર્સિટી તેમજ તમારા માતા પિતા નું નામ રોશન કરો એવી શુભેચ્છા કુલગુરુશ્રીએ વિદ્યાર્થીઓને આપી હતી .
 


Published by: Office of the Vice Chancellor

07-01-2024