જિલ્લા સમાજ સુરક્ષા કચેરી રાજકોટ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ રાજકોટ દ્વારા વિવિધ વિભાગો સાથે સંકલન કરી નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમ

જિલ્લા સમાજ સુરક્ષા કચેરી રાજકોટ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ રાજકોટ દ્વારા વિવિધ વિભાગો સાથે સંકલન કરી નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમ, વ્યાખ્યાન, રેલી અને તાલીમનું આયોજન કરે છે. જેમાં આજ રોજ તા.૦૫/૦૩/૨૦૨૪ ના રોજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને બાળ સુરક્ષા એકમ રાજકોટના સંયુક્ત ઉપક્રમે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત મીના હોલ, જે.કે.ચોક, રાજકોટ ખાતે કેપેસીટી બિલ્ડીંગ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું. જેમાં જુદા જુદા વિભાગના તજજ્ઞો દ્વારા, વ્યાખ્યાન, PPT જેવા માધ્યમોથી નશાકારક પદાર્થોનું સેવન કરવાથી રોકવા માટેની અપીલ કરવામાં આવી. આ તાલીમ કાર્યક્રમ પોલીસ વિભાગના ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસરો, પ્રાથમિક શિક્ષણ વિભાગ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને શાસનાધિકારીની કચેરીના અધિકારીઓ તથા શાળાના આચાર્યશ્રીઓ તથા ચાઇલ્ડ વેલફેર કમિટી અને જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના સભ્યો, સમાજ સુરક્ષા ખાતા અંતર્ગત ચાલતી વિવિધ સંસ્થાઓનો સ્ટાફ  સાથે કુલ ૩૫૦ થી વધુ લોકો તાલીમાર્થીઓ તરીકે જોડાયા હતા તથા આ કાર્યક્રમમાં શ્રી ડો. રાજુભાઇ એમ. દવે અધ્યક્ષ સમાજ કાર્ય ભવન આસિ.પ્રોફેસર માનવ અધિકાર ભવન અને કાયદા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, ડો. મિલનભાઇ રોકડ સાયક્રીયાટીસ્ટ IRCA સેન્ટર વિરનગર, શ્રી એસ.એમ.રાઠોડ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી રાજકોટ, ડો. મિલનભાઇ પંડિત પ્રોબેશન ઓફિસર એસ.ડી.ઓ. કચેરી રાજકોટ, શ્રી ડો. અલ્પેશગીરી ગોસ્વામી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રાજકોટ, શ્રી પટેલ સાહેબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રાજકોટ, સ્વામી મેધાજનંદા લલીત મહારાજ - શ્રી રામક્રુષ્ણ મિશન રાજકોટ તથા બ્રહ્માકુમારીઝ રાજકોટના તજજ્ઞ તરીકે નશામુક્તિ અન્વયે વક્તવ્ય આપેલ તથા તાલીમાર્થીઓને સાથે રાખી વ્યસનમુક્તિ માટે શપથ લેવામાં આવ્યા. કાર્યક્રમના અંતે ભોજન લઇ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી. આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અને કચેરી જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીગણ સહભાગી થયેલ.


Published by: Department of Social Work

05-03-2024