સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચિલ્ડ્રન ડે કેર સેન્ટરમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી
તા.૨૨/૦૮/૨૦૨૪ ને ગુરૂવારના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આવેલ ચિલ્ડ્રન ડે કેર સેન્ટરમાં જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ડે કેર સેન્ટરના તમામ બાળકો તેમના વાલીઓ તથા પૂર્વ કો-ઓર્ડિનેટર ડો.કલ્પાબેન માણેક, પૂર્વ કર્મચારી ધીરજબેન વારા તથા હાલમાં કો-ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા શ્રીમતી શીતલબેન જાની તથા યુનિવર્સિટીના ઓડીટર શ્રીમતી લીનાબેન ગાંધી ઉપસ્થિત રહી કાર્યક્રમમાં અભિવૃદ્ધિ કરેલ હતી.
આ જન્માષ્ટમી મહોત્સવમાં ડે કેર સેન્ટરના તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો અને તમામ બાળકો રાધા-કૃષ્ણની વેશભૂષામાં હાજર રહી આનંદપૂર્વક શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરેલ હતી.
આ મહોત્સવને સફળ બનાવવા ડે કેર સેન્ટરના તમામ કર્મચારીઓ જયશ્રીબેન વારા, ચાંદનીબેન કારાવડિયા તથા ધ્રુવીબેન અગ્રાવતએ કાર્યક્રમને સફળ બનાવવા ડે કેર સેન્ટરમાં સુંદર સુશોભન કરી કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવેલ હતી.
કો- ઓર્ડિનેટર