તા. ૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ ઇવાન પાવલોવ અને ડૉ. નિકેશ શાહ (ભૌતિકશાસ્ત્ર ભવન)ના જન્મદિવસની ઉજાવણી મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા કરવામા આવી. જેમા ભવનના અધ્યક્ષ ડૉ. યૉગેશ જોગસણ, ગુજરાતી ભવનના પ્રાધ્યાપક ડૉ. જે. ચંદ્રવાડિયા, નેનોસાયન્સ ભવનના પ્રાધ્યાપક ડૉ. ભરત કટારિયા, સમાજશાસ્ત્ર ભવનના પ્રાધ્યાપક ડૉ. ભરત ખેર, ભૌતિકશાસ્ત્ર ભવનના પ્રાદ્યાપક ડૉ. નિકેશ શાહ તેમજ ભવનના અધ્યાપકો ડૉ. ધાર દોશી, ડૉ.ડિમ્પલ રામાણી, ડૉ. હસમુખ ચાવડા, ડૉ. ભાગ્યશ્રી આશરા અને ભવનના સર્વે વિધ્યાર્થી મિત્રો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ડૉ.ધારા દોશીએ ઇવાન પાવલોવના જીવન અને કાર્ય અંગે માહિતિ આપતા જણાવ્યુ હતુ કે તેઓનો જન્મ તા. ૧૪ સપ્ટેમ્બર, ૧૮૪૯ના રોજ થયો હતો અને તેઓ એક રસિયન શરિર શાસ્ત્રી હતા. પોતે ગરીબ હોવા છતા અભ્યાસમા સતત વ્યસ્ત રહી પોતાના જીવનના મહત્વપુર્ણ કાર્યો કર્યા હતા. તેમને પોતાના જીવન દરમિયાન ઘણા સંશોધનો કર્યા હતા જેમાથી મહત્વપુર્ણ સંશોધન કાર્ય એ અભિસંધાન અંગેનુ હતુ. પાચનક્રિયાના સંશોધન બદલ તેમને ૧૯૦૪મા નોબેલ પુરષ્કાર મળ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત ડૉ. ભરત કટારિયાએ જણાવ્યુ હતુ કે આમતો હુ પાવલોવ વિશે બહુ જાણતો નથી પરંતુ એટલી જાણ છે કે તેઓએ કુતરા પર પ્રયોગો કરી લાળઝરણ અંગે ના સિદ્ધાંતો વર્ણવ્યા હતા. વિશેષમા તેઓએ ડૉ. નિકેશ શાહ વિશે જણાવતા કહ્યુ કે તેમનિ સાથે મારે ૧૯૯૩થી લઇને આજદિન સુધી ગાઢ મિત્રતાના સબંધો છે અને જણાવ્યુ હતુ કે જેટલા જુના મિત્રો હોય તેટલા સારા મિત્રો હોય. વધુમા તેમણે પોતાની વાત પુરી કરતા જણાવ્યુ હતુ કે નિકેશ શાહ પાસે વહિવટી જ્ઞાન ખુબ છે જેનો મને બહુ લાભ પણ મળે છે.
ડૉ. ભરત ખેરે આ પ્રસંગે જણાવ્યુ હતુ કે આમતો પાવલોવના અભિસંધાનના પ્રયોગો આમારે બહુ ઉપયોગમા આવતા નથી પરંતુ શિક્ષણશાસ્ત્રમા તેના સિધ્ધાંતો બહુ ઉપયોગી થયા છે. તેમને નિકેશ સાહેબ વિશે જણાવતા કહ્યુ હતુ કે આવા મિત્ર અમને મળ્યા એ અમારુ ભાગ્ય છે તેમજ જણાવ્યુ હતુ કે યુનિવર્સિટીના દરેક કાર્યમા નિકેશભાઇનો સિંહફાળો હોય છે. તેઓ સતત કાર્ય કરતાજ હોય પણ તેઓ ક્યારેય પણ કહેજ નહિ કે હુ આટલુ કાર્ય કરુ છુ. અને પોતાની વાત પુર્ણ કરતા જણાવ્યુ હતુ કે તેમને બેસ્ટ શિક્ષકનો એવોર્ડ પણ મળ્યો છે.
ત્યારબાદ પાવલોવ અને નિકેશ સાહેબનો જન્મદિવસ હોવાથી કેક કાપી સેલિબ્રેસન કર્વમા આવ્યુ. આ પ્રસંગે નિકેશ સાહેબે સર્વે મિત્રો અને વિધ્યાર્થિઓનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે ડૉ. ડિમ્પલ રામાણી દ્વારા વિધ્યાર્થિઓને પાવલોવના જીવન અને કાર્ય વિશે પ્રશ્નો પુછવામા આવ્યા અને વિધ્યાર્થિઓએ રસપૂર્વક ભાગ લઇ પ્રશ્નોના યોગ્ય જવાબો પણ આપ્યા હતા.
આ પ્રસંગે ગુજરાતી ભવનના પ્રાધ્યાપક ડૉ. ચંદ્રવાડિયા એ પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યુ હતુ કે ત્રણ મહાનુભાવો કે જેમનો જન્મ ૧૧ સપ્ટેમ્બરના રોજ થયો હતો તેમના જીવનમાંથી આપણે કાઇક શિખવુ જોઇએ જેમાના પ્રથમ વિનોબાભાવે કે જેમણે પોતાનુ સમગ્ર જીવન સમાજ હિતાર્થે જીવ્યા તેમ આપણે પણ સમાજના હિતનુ ચિંતન કરવુ જોઇએ અને સમજનો વિકાસ કરવો જોઇએ. બિજા મહાનુભાવ સ્વામી વિવેકાનંદ કે જેમણે જણાવ્યુ હતુ કે જ્યા સુધિ ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યા સુધી કાર્ય કરતા રહો તેમ વિધ્યાર્થિઓએ પણ પોતના જીવનમા એવો દ્રઢ સંકલ્પ લેવો જોઇએ કે હુ જ્યા સુધી મારા ધ્યેયને પામીસ નહિ ત્યા સુધી હુ સતત કાર્યશીલ રહીશ. અને ત્રિજા મહાનુભાવ એટલે જ્યોતિંદ્ર દવે કે જેમણે ગમે તેવી પરિસ્થિતિ આવી છતા તેઓ હંમેશા હસતા રહ્યા અને બીજા લોકોને પણ હસાવતા રહ્યા તેમ તમારે વિધ્યાર્થી મિત્રોએ પણ સતત સંઘર્શ કરી અને હંમેશા પોતેને બીજા લોકોને ખુશ રાખવાના પ્રયત્નો કરવાના છે.
પ્રાસંગિક ઉદબોધન આપતા ડૉ. યોગેશ જોગસણે જણાવ્યુ હતુ કે પાવલોવ એક સાવ ગરીબ ઘરનો બાળક હતો કે જેની માં બિજાના ઘરે વાસણ, કચરા પોતા કરવા જાતી હતી. આવી પરિસ્થિતિ હોવા છતા તેઓએ અભ્યાસમા ખુબ રસ દાખવ્યો અને આજે આપણે તેમના જન્મદિવસની ઉજવણી કરીએ છીએ તેવુ મહાન કાર્ય તેમણે કર્યુ છે. પાવલોવના ઉપનામો આપતા તેમણે જણાવ્યું હતું કે તેમનુ એક નામ વ્યસ્ત વૈજ્ઞાનિક પણ હતુ. તેમનુ આ નામ સતત કામમા વ્યસ્ત રહેવાના કારણે પડ્યું હતું. તેઓ જ્યા સુધી જીવ્યા ત્યા સુધી હમેશા કાર્યને જ મહત્વ આપ્યુ છે અને જ્યારે તેમનુ મૃત્યુ થયુ ત્યારે પણ એવુ કહેવાય છે કે તેમને એક કાર્ય સાથે જોડાયેલા હતા અને તેઓ એક કારમા બીજા સ્થળે જતા હતા અને કારમાથી પડી ગયા અને તેમનુ મૃત્યુ થયુ. ડૉ. નિકેશ શાહ વિશે જણાવતા તેમને કહ્યુ કે આ મારો એવો મિત્ર છે કે જેને હુ સામે હોય તો પણ અને સામે ન હોય તો પણ ગાળ આપી શકુ છુ કેમકે મારી મિત્રતા તેની સાથે એટલી ગાઢ છે. અને તેમને નિકેશ સાહેબને જન્મદિવસની અઢળક સુભેચ્છઓ પાઠવી હતી.
ત્યારબાદ નિકેશ સાહેબે પ્રાસંગિક ઉદબોધનમા પોતાના દરેક મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો. અને પોતાના મિત્રો સાથેની મજાક મસ્તીની વાતો પણ કરી હતી. અને જણાવ્યુ હતુ કે આ વર્ષે આપણી યુનિવર્સિટીમા આઇ.એ.એસ.નુ સેંટર ખુલવા જઇ રહ્યુ છે જેનો લાભ દરેક વિધ્યાર્થીઓને મળશે અને હવે આપણી યુનિવર્સિટીના વિધ્યાર્થીઓ પણ આઇ.એ.એસ. જેવી મુસ્કેલ ગણાતી પરીક્ષાઓ પાસ કરશે. અને બધા વિધ્યાર્થીઓનો પણ આભાર માનતા પોતાની વાણીને વિરામ આપ્યો હતો.
ત્યારબાદ આ સમગ્ર કાર્યક્રમની આભારવિધિ ડૉ. હસમુખ ચાવડાએ કરી હતી જેમા તેમણે સર્વે ઉપસ્થિત વ્યક્તિઓનો અભાર માન્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન એમ.ફિલની બહેનો નિમિશા અને તેજલે કર્યુ હતુ અને આ આખા કાર્યક્રમનો ભાર એમ.એ.ની વિધ્યાર્થીનિઓએ ઉપાડ્યો હતો.