International Women's Day 2022 Celebration

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસ ભવન, ઈતિહાસ સંકલન સમિતિ તથા વિદૂષીના સંયુક્ત ઉપક્રમે "ભારતની આઝાદીની લડતમાં મહિલાઓનું યોગદાન" વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમનું ઉદઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી અને કાર્યક્રમના અધ્યક્ષ ડો. ગીરીશભાઈ ભીમાણી સાહેબના વરદહસ્તે કરવામાં આવેલ હતું.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર યોજાએલ આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. ગીરીશભાઈ ભીમાણી સાહેબે વર્ષોથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરજ બજાવતા બે મહિલા કર્મચારીઓને સુતરની આંટીથી સન્માનીત કર્યા હતા અને એમની સેવાઓને બિરદાવી હતી.

આ કાર્યક્રમમાં ઈતિહાસ ભવનના પૂર્વ અધ્યક્ષશ્રી ડો. એસ.વી. જાની, ભારતીય ઈતિહાસ સંકલન સમિતિના ઉપાધ્યક્ષ ડો. અંબાદાનભાઈ રોહડીયા, ઈતિહાસ ભવનના અધ્યક્ષા ડો. કલ્પાબેન માણેક, વિદૂષીના કોઓર્ડીનેટર ડો. શ્રધ્ધાબેન બારોટ, ડો. રેખાબા જાડેજા, ભવનના અધ્યક્ષક્ષાઓ તથા મહિલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Department of History

08-03-2022