આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન અને રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા "નારી તું નારાયણી" સન્માન સમારોહનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. ગીરીશભાઈ ભીમાણી સાહેબના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વિવિધ ભવનની પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓ, હોસ્ટેલના ગૃહમાતાઓ, પોલીસ ક્ષેત્રે કાર્યરત મહિલાઓ અને મહિલા અધ્યાપકોને સન્માનિત કરવામાં આવેલ હતા.
આ કાર્યક્રમમાં મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષશ્રી ડૉ.યોગેશ એ. જોગસણ, જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રી ડૉ. જનકસિંહ ગોહિલ, સન્માનિત થનાર મહિલાઓ તથા વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સુંદર સંચાલન ડૉ.ધારા આર. દોશીએ કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ ડૉ. મીરા જેપાર દ્વારા કરવામાં આવી હતી.