સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજીત આંતર કોલેજ કબડ્ડી સ્પર્ધાનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માન. ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને માન. ઉપકુલપતિશ્રીની ઉપસ્થિતથી કબડ્ડીના સ્પર્ધકોમાં નવા જોમ-જુસ્સામાં વધારો થયો હતો. આ સ્પર્ધામાં વિવિધ કોલેજોની કુલ 51 ટીમે ભાગ લીધો હતો. આ સ્પર્ધા સૌપ્રથમવાર કબડ્ડી મેટ્રેસ પર આયોજીત કરવામાં આવેલ હતી.
આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે એમ.પી. શાહ કોલેજ, સુરેન્દ્રનગર દ્વિતીય ક્રમાંકે બી.આર.એસ. કોલેજ, ડુમીયાણી તથા તૃતીય ક્રમાંકે ધર્મેન્દ્રસિંહજી કોલેજ, રાજકોટ વિજેતા બન્યા હતા.
આ પ્રસંગે સિન્ડિકેટ સભ્યશ્રી ડો. હરદેવસિંહ જાડેજા, ડીનશ્રી ડો. નીદતભાઈ બારોટ તથા વિવિધ કોલેજોના પી.ટી.આઈ. ઉપસ્થિત રહ્યા હતા.