Indian Institute of Geomagnetism Lease Renewal-2019

સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ખાતે કાર્યરત ભારત સરકારનાં સાયન્સ અને ટેકનોલોજી વિભાગ હસ્તક્નાં ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ જીઓમેગ્નેટીઝમ, નવી મુંબઇની ચુંબકીય વૈધશાળાની લીઝ અંગે સૌરાષ્ટ્ર યુનીવર્સિટી તથા ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ જીઓમેગ્નેટીઝમ, નવી મુંબઇ સાથે સૌરાષ્ટ્ર યુનીવર્સિટીનાં માન. કુલપતીશ્રી ડો. નીતિનભાઇ પેથાણી તથા માન. ઉપકુલપતીશ્રી ડો. વિજયભાઇ દેશાણી ની ઉપસ્થીતીમાં સંસ્થાનાં ડાયરેક્ટરશ્રી પ્રો. ડી.એસ. રમેશ, પ્રો. રેડ્ડી, પ્રો. સિન્હા સાથે ૧૫ વર્ષ લીઝ માટે એમ.ઓ.યુ. કરેલ હતું.

આ પ્રસંગે સિન્ડીકેટ સભ્યશ્રી ડો. જી.સી. ભીમાણી, કુલસચીવશ્રી ડો. રમેશભાઇ પરમાર, ભૌતીક્શાસ્ત્ર ભવનનાં અધ્યક્ષશ્રી ડો. મીહીરભાઇ જોશી તથા ડો. એચ.પી. જોશી ઉપસ્થીત રહ્યા હતાં.


Published by: Office of the Vice Chancellor

08-08-2019