સમાજશાસ્ત્ર ભવન દ્વારા આયોજિત ઓનલાઇન ક્લાસમાં દરરોજ ની માફક વિધ્યાર્થીઓની સાથે વિષયની ચર્ચા કર્યા બાદ આયોજિત “ પ્રોત્સાહન વ્યાખ્યાન માળા “ માં આજરોજ નિશ્ચલભાઈ સંઘવી Correspondent, Ahmedabad Mirror (Times of India Group)
Syllabus Committee Member, Computer Science, Saurashtra University અમારી વચ્ચે જોડાયા હતા. તેમને વિદ્યાર્થીઓ સમક્ષ પોતાના વિચારો મુકતા જણાવ્યું હતું કે, કોરોના મહામારીની વર્તમાન સમયમાં કેવી સ્થતિ છે તથા આપણે હજુ કેવીરીતે આ મહામારીની સામે લડવાનું છે, તેમજ આ અંગે આપણી ગંભીરતા કેવી હોવી જોઈએ? વગેરે બાબતોની ઉદાહરણો આપી ને વિદ્યાર્થીઓને માનસિક મજબૂત બની રહેવા તેમજ પોતાના વિવિધ શોખને કેળવવા માટે નાં માર્મિક સૂચનો આપ્યાં હતાં. આવતીકાલે પણ તેવો જોડાવાના છે.
ભવન તરફથી હરહંમેશ વિદ્યાર્થીઓ સાથે સામાજિક નાતો ભૌતિકદૂરી હોવા છતાં આ કપરા સમયમાં અટૂટ અને યથાવત રહે એજ ધ્યેય રહ્યો છે.
"અમારા વિધ્યાર્થીઓ જ અમારી પ્રાથમિકતા"
ડૉ. જયશ્રી નાયક (અધ્યક્ષ સમાજશાસ્ત્ર ભવન )
ડૉ. ભરત ખેર
ડૉ. રાકેશ ભેદી
ડૉ. મેઘરાજસિંહ જાડેજા