ફિઝિક્સ ભવનમાં કેરિયર કાઉન્સેલિંગ સેલ દ્વારા આયોજીત રિસર્ચ સ્કોલર માટે પંદર દિવસના સેમિનારનું માન. કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી તથા માન. ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીના વરદહસ્તે ઉદઘાટન કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે સિન્ડિકેટ સભ્યશ્રી ડો. મેહુલભાઈ રૂપાણી, ભવનના અધ્યક્ષશ્રી ડો. મીહીરભાઈ જોશી, પ્રો. હિરેનભાઈ જોશી, પ્રો. નિકેશભાઈ શાહ તથા બહોળી સંખ્યામાં રિસર્ચ સ્કોલર્સ ઉપસ્થિત રહ્યા હતા.