HOPE -International Day Against Drug Abuse and Illicit Trafficking”

તા. 06-01-2020નાં રોજ  કાયદા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના પ્રો. ડો. બી.જી. મણિયાર તેમજ ડો. આનંદ ચૌહાણ દ્વારા  “HOPE” અંતર્ગત  વ્યશન મુક્તિ અર્થે  ‘International  Day  Against  Drug  Abuse and Illicit  Trafficking”  કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. 

આ કાર્યક્રમમાં કાયદા ભવનનાં અધ્યક્ષશ્રી પ્રોફેસર (ડો) બી.જી. મણિયારે પ્રાસંગીક ઉદબોધન કરેલ હતું. આ કાર્યક્રમમાં ગોકુલ હોસ્પિટલ-રાજકોટ્માં સાયકીયા ટ્રીસ્ટ તરીકે સેવા બજાવતા ડો. મોર સાહેબ તથા પોલીસ ખાતાના, પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે સેવા આપતા શ્રી રાવલ સાહેબ તથા માનવ અધિકાર ભવનનાં અધ્યક્ષશ્રી ડો. આર.એમ. દવે સાહેબ તેમજ  ટી.એન. રાવ કોલેજના અધ્યાપકશ્રી વિક્રાત વ્યાસ તેમજ તેમના વિદ્યાર્થીઓ સહિત  આશરે સીત્તેર વિદ્યાર્થીઓ  ઉપસ્થિત રહ્યા હતા.                                                     

 ડો મોર સાહેબે તમાકુના વ્યસનથી શરીર ઉપર થતી આડ અસરો તેમજ કેન્સરની સંભાવનાઓ વિશે વિસદ સમજણ આપી હતી. માનવ અધિકાર ભવનનાં અધ્યક્ષશ્રીએ વ્યસન નીવારણની પધ્ધતિ, ઉપાયો, ભારતમાં સમસ્યા, ઇન્ટરનેશનલ દલીલો,ઓનલાઇન વેચાણ, ટ્રાફીકીંગ વગેરે વિષે   વિષદ  છણાવટ કરી હતી.

સમગ્ર કાર્યક્રમનું આયોજન, કાયદા ભવનનાં અધ્યાપકશ્રી ડો. આનંદભાઇ ચૌહાણે કરેલ હતું.                                                 

                                                                             ..........

 

 

 


Published by: Department of Law

06-01-2020