સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સુરક્ષા સેતુ સોસાયટી-રાજકોટ તથા ઈન્ડિયન મેડીકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે "નો ટોબેકો ડે" ના દિવસે HOPE નાં માધ્યમથી રાજકોટ શહેર અને જિલ્લામાં "વ્યસન મુક્તિ" ની એક મોટી ઝુંબેશ ચલાવવા તથા યુવાનો-વિદ્યાર્થીઓને વ્યસનના ભરડામાંથી મૂક્ત કરવા એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં નુતન પાંચ પ્રકલ્પના ચીફ કોઓર્ડીનેટર ડો. મેહુલભાઈ રુપાણી, કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી, પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણી, જોઈન્ટ પોલીસ કમિશ્નરશ્રી ખત્રી, ડેપ્યુટી પોલીસ કમિશ્નરશ્રી સૈની, સિન્ડિકેટ સભ્યશ્રીઓ ડો. વિજયભાઈ પટેલ, ડો. ગીરીશભાઈ ભીમાણી, ડો. ભાવીનભાઈ કોઠારી, ડો. પ્રવિણસિંહ ચૌહાણ, ડો. પ્રફુલ્લાબેન રાવલ, ઈન્ડિયન મેડીકલ એસોસિએશનના ડો. કરમટા તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ મીટીંગમાં યુનિવર્સિટીના સેનેટ સભ્યશ્રીઓ, ભવનોના અધ્યક્ષશ્રીઓ, કોલેજોના આચાર્યશ્રીઓ, HOPE નાં કોઓર્ડીનેટરશ્રીઓ, પોલીસ ડીપાર્ટમેન્ટના પી.એસ.આઈ., એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલો તથા આઈ.એમ.એ. ના ડોક્ટરો એ આ મીટીંગમાં સહભાગી થયા હતા અને વ્યસન મુક્તિની પ્રકલ્પના સાકાર કરવા કટિબધ્ધતા રાખવી હતી.