સરકારી કોલેજ, પડધરી તથા કુંડારીયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે હીમોગ્લોબીન સ્ક્રીનીંગ ટેસ્ટ તથા કેન્સર અંગે જાણકારી આપવાના કાર્યક્રમનું ઉદઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીના વરદહસ્તે કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે કોલેજોના આચાર્યશ્રી, કુંડારીયા ફાઉન્ડેશનના શ્રી શાંતિભાઈ ફડદુ, શ્રી નમ્રતાબેન જોશી તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.