સમાજકાર્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી,રાજકોટ , સિનર્જી સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલ –રાજકોટ,
અને વિશ્વ માંગલ્ય સભા રાજકોટ મહાનગર નાં સંયુક્ત ઉપક્રમે જનજાગૃતિ અને સ્વાસ્થ્ય કાર્યક્રમ
તા.૩.૨.૨૦૨૩ નાં રોજ સમાજકાર્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, સિનર્જી સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલ –રાજકોટ, અને વિશ્વ માંગલ્ય સભા રાજકોટ મહાનગર નાં સંયુક્ત ઉપક્રમે જનજાગૃતિ અને સ્વાસ્થ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમના ઉદ્ઘાટન માટે ભારતીય મજદૂર સંઘના પૂર્વ ચેરમેન શ્રી હસુભાઈ દવે અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી નાં મા.કુલપતિશ્રી ડો.ગીરીશભાઈ ભીમાણી હાજર રહ્યા હતા. અને પ્રસંગોચિત વક્તવ્ય આપેલ હતું. શ્રી ડો.રાજેશભાઈ દવે કે જેઓએ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરેલ હતું. ડો.સુરસિંહ બારોટ સરે પોતાની હોસ્પિટલ અન્ય કેવા કાર્યક્રમ જાગૃતિ અંગેના કરે છે તેની અને આજના કાર્યક્રમની રૂપરેખાનિ છણાવટ કરી હતી. પછીથી શ્રી ડો.ગીતાબેન રાઠોડે વિશ્વ માંગલ્ય સભા વિષે થોડી જણકારી આપી હતી. પછીથી શ્રી ડો.પ્રિતેશભાઇ પોપટે સમાજકાર્ય ભવનનો ટૂંકમાં પરિચય આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી શીતલબેન જાનીએ કરેલ હતું.
પ્રથમ સેશન ડો.જયેશભાઈ ડોબરિયાએ બેઝીક લાઈફ સપોર્ટ વિષે માહિતી આપી હતી. જ્યારે કોઈને હાર્ટ એટેક આવે ત્યારે તાત્કાલિક ટ્રીટમેન્ટમાં કઈ રીતે હ્દય પર પમ્પીંગ કરવું, મોઢેથી શ્વાસ આપવા સહિતની માહિત આપી હતી. ત્યારબાદ ડો. પરેશભાઈ પંડયાએ સ્પોટ્ર્સ ઇન્જરી મેનેજમેન્ટ અંગેની માહિતી આપી હતી.ત્યારબાદ બધા માટેની ભોજન વ્યવસ્થા સમાજકાર્ય ભવન ખાતે કરવામાં આવેલ હતી. પછીથી ભાઈઓ માટે હેલ્થ ચેકઅપમાં સુગર,બી.પી.,ઈ.સી.જી.કરવા માટેની વ્યવસ્થા પણ સમાજકાર્ય ભવન ખાતે કરવામાં આવેલ હતી.
બીજું સેશન ફક્ત બહેનો માટે રાખવામાં આવેલ હતું. જેમાં ડો. શ્વેતાબેન ટીલારાએ બહેનોમાં થતા કેન્સર અંગેની સંપૂર્ણ માહિતી આપી હતી.પછીથી બહેનો માટે હેલ્થ ચેકઅપ માટેની વ્યવસ્થા પણ સમાજકાર્ય ભવન ખાતે કરવામાં આવેલ હતી.
સમગ્ર કાર્યક્રમ અધ્યક્ષશ્રી ડો.રાજુભાઈ દવેનાં માર્ગદર્શન હેઠળ સફળ બન્યો હતો અને તે ઉપરાંત સમાજકાર્ય ભવનનો સ્ટાફ શ્રી ડો.પ્રિતેશભાઇ પોપટ , શ્રી ચાંદનીબેન ,શ્રી બીનાબેન ,શ્રી હિરલબેન, શ્રી હિરેનભાઈ, શ્રી મનીષાબેન દ્રારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. તે ઉપરાંત સિનર્જી સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલમાંથી ડો.સુરસિંહ બારોટ, ડો.કપિલભાઈ રાઠોડ,ડો.દિક્ષિતભાઈ શ્રી શક્તિસિંહ ચુડાસમા તથા તેમનો સ્ટાફ હાજર રહેલ હતો.
તે ઉપરાંત સમાજકાર્ય ભવનનાં વિદ્યાર્થીઓ જ્યારે ફિલ્ડવર્કમાં જશે ત્યારે આ માહિતી ખુબજ ઉપયોગી થશે. અન્ય ભવનના વિદ્યાર્થીઓ પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
health programme Video