Gurupurnima Program Organized through Google Meet

    સમાજશાસ્ત્ર ભવનમાં તારીખ ૦૫, જુલાઈ, ૨૦૨૦ રવિવારના રોજ ગુરુ-પૂર્ણિમાનો ભાવવંદના  કાર્યક્રમ યોજાયો હતો.

હાલ કોવીડ-૧૯ની વિકટ પરિસ્થિતિમાં પણ સમાજશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓએ ગુરુના આશીર્વાદ ઓનલાઈનના માધ્યમથી પ્રાપ્ત કર્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરમ આદરણીય કુલપતિશ્રી, ડો.નિતિનભાઈ પેથાણી સાહેબ પણ આ ભાવવંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તથા ઉતર ગુજરાત યુનિવર્સીટીના ભૂતપૂર્વ કુલપતિ શ્રી તથા સમાજશાસ્ત્ર ભવનના ભુતપૂર્વ અધ્યક્ષ ડોહેમિક્ષાબહેન રાવ પણ ભાવવંદનાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આશિષ આપવા ઉપસ્થિત રહ્યા હતા. સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડૉ. જયશ્રીબહેન નાયક પણ વિદ્યાર્થીઓને આશિષ આપવા માટે ઉપસ્થિતિ રહ્યા. સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન સમાજશાસ્ત્ર ભવન દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભવનના અધ્યાપક ડો.ભરત એમ. ખેર દ્વારા કરવામાં  આવેલ તેમજ ડો.મેધરાજ સિંહ જાડેજા સાહેબ‌ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને શબ્દોથી આવકાર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં માનનીય કુલપતિશ્રી,ડૉ. નિતિનભાઈ પેથાણી સાહેબએ વિધાર્થીઓને આશિષ આપ્યા હતા. ઉપરાંત તેમના જીવનમાં આવેલા ગુરુ ને પણ યાદ કર્યા હતા. જે તમને કોઈ વિશેષ કઈ પણ શિખવે છે તે તમારા ગુરુ છે. ગુરુમાં રહેલા વિશેષ ગુણોની વાત કરી પુસ્તકને પણ ગુરુની ઉપમા આપી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરમ આદરણીય પ્રથમ કુલપતિશ્રી, ડૉ.ડોલરરાય માંકડ સાહેબને પણ યાદ કરવામાં આવ્યા હતા તથા ભવનના આ કાર્યક્રમને બિરદાવ્યો હતો. હેમિક્ષાબહેન રાવે પણ ગુરુ-પૂર્ણિમાનો આ ભાવવંદના કાર્યક્રમની આ પરંપરાને બિરદાવી હતી. તથા જીવનમાં ગુરુના મહત્વ અને ગુરુના અથાક પરિશ્રમની વાત કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં ગુરુ અને શિષ્યના સંબંધની મધુર ચર્ચાનો વિષય આ કાર્યક્રમના આયોજનની મુખ્ય બાબત રહી હતી. કાર્યક્રમનાં અંતમાં ડો. રાકેશ ભેદિ સાહેબ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કરી આ કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરી. ભવનના વિધાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Department of Sociology

05-07-2020