સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે ગુરુપુર્ણીમાની ઉજવણી કરવામાં આવેલ હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબે યુનિવર્સિટી પરિસર સ્થિત દેવી સરસ્વતી માતાજીની પુજા કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદ્યસ્થાપક અને પ્રથમ કુલગુરુશ્રી ડો ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવારના સૌ સભ્યશ્રીઓ તથા વ્હાલા વિદ્યાર્થીઓને ગુરુપુર્ણીમાની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ભવનના અધ્યક્ષશ્રીઓ, યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ, બિનશૈક્ષણીક કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.