ગુજરાત રાજય યોગ બોર્ડના કોઓર્ડીનેટર ડો. નીતાબેન દેસાઈની શુભેચ્છા મુલાકાત

ગુજરાત રાજય યોગ બોર્ડના કોઓર્ડીનેટર ડો. નીતાબેન દેસાઈ એ આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી સાહેબની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને દૈનિક યોગ અભ્યાસક્રમની માહિતી પુસ્તીકા કુલપતિશ્રીને અર્પણ કરી હતી.

ડો. નીતાબેન દેસાઈ એ કુલપતિશ્રીને ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી અને યોગની પ્રવૃત્તિઓ વિશે ચર્ચા વિચારણા કરેલ હતી.

 


Published by: Office of the Vice Chancellor

30-04-2022