સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા "ગુજરાતનું લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિ" વિષય પર આયોજિત પરિસંવાદનું ઉદ્ઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં માનનીય કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી સાહેબના વરદહસ્તે કરવામાં આવેલ હતું.
આ પરિસંવાદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં માનનીય કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી એ ઉપસ્થિત સૌને માર્ગદર્શિત કર્યા હતા.
આ પરિસંવાદમાં વક્તા તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પૂર્વ ઉપકુલપતિશ્રી નરેશભાઈ વૈદ, સેન્ટ્રલ યુનિવર્સીટી સાગરના ચાન્સેલરશ્રી ડો. બળવંતભાઈ જાની, સેન્ટ્રલ યુનિવર્સીટી ગાંધીનગરના ગુજરાતી ભવનના અધ્યક્ષશ્રી ડો. રાજેશભાઈ મકવાણા એ વક્તવ્ય આપેલ હતું.
આ પરિસંવાદમાં શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રનાં નિયામકશ્રી ડો. જે.એમ. ચન્દ્રવાડીયા, પ્રાધ્યાપક્શ્રીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.