પીએચ.ડી. માર્ગદર્શકશ્રીઓ માટે માર્ગદર્શન સત્ર
તા. ૨૫/૦૨/૨૦૨૦ ના રોજ પીએચ.ડી. ના માર્ગદર્શકો માટેનું માર્ગદર્શન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન સત્રમાં માન. કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી, માન. ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણી, તમામ વિદ્યાશાખાઓના ડીનશ્રી, ખાસ નિમંત્રિત પ્રો. ગીરીશભાઈ ભીમાણી, કુલસચિવશ્રી ડો આર. જી. પરમાર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના અનુસ્નાતક ભવનો અને એફીલીએટેડ કોલેજોના જુદા – જુદા વિષયોના કુલ ૧૭૦ થી વધારે માર્ગદર્શકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ માર્ગદર્શન સત્રમાં માન. કુલપતિશ્રી, માન. ઉપકુલપતિશ્રી , તમામ ડીનશ્રીઓ, ખાસ નિમંત્રિત અને કુલસચિવશ્રીએ માર્ગદર્શકશ્રીઓને એમ.ફીલ./પીએચ.ડી. રેગ્યુલેશન્સ -૨૦૧૬ અંગે માર્ગદર્શન આપેલ હતું અને માર્ગદર્શકશ્રીઓના પ્રશ્નોનું સમાધાન સૂચવ્યું હતું.