સમાજકાર્ય ભવન , સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ અને જેન્ડર રીસોર્સ સેન્ટર ,મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર ના સયુંકત ઉપક્રમે એક દિવસીય કાર્યશાળા
તા.૧૯.૧.૨૦૨૩ નાં રોજ સમાજકાર્ય ભવન , સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ અને જેન્ડર રીસોર્સ સેન્ટર ,મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર ના સયુંકત ઉપક્રમે જાતિગત સંવેદનશીલતા હિંસા મુક્ત સમાજના નિર્માણ તરફ “જાતિગત ભેદભાવ અને હિંસાના અટકાવમાં યુવાનોની ભૂમિકા” વિષય પર એક દિવસીય કાર્યશાળાનું આયોજન થયેલ. આ કાર્યક્રમની શરૂઆત સમાજકાર્ય ભવનનાં અધ્યક્ષશ્રી ડો.આર.એમ.દવેસર દ્રારા કરવામાં આવી હતી.ત્યારબાદ કાર્યક્રમના હેતુ અંગેની માહિતી શ્રી શૈલેન્દ્રકુમારી ઝાલા , જેન્ડર રીસોર્સ સેન્ટર,ગાંધીનગર દ્રારા આપવામાં હતી.ત્યારપછી શ્રી સોફીયા ખાન , નિયામકશ્રી, સફર સંસ્થા , માંથી આવેલા તેમને જાતિગત ભેદભાવ, મહિલા પર થતી હિંસા ,અસરો તેમજ યુવાનોની સમાજમાં બદલાવ લાવવા અંગેની ભૂમિકા વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. શ્રી અવનીબેન રાવલ કે જેઓ મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી ,રાજકોટમાં ફરજ બજાવી રહ્યા છે તેઓએ ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ ,અને મહિલાલક્ષી સહાયક યોજનાઓ વિશેની માહિતી આપી હતી.ત્યારબાદ આજના વર્તમાન સમયમાં જેની માહિતી મેળવવી ખુબજ અગત્યની છે જે છે સાયબર ક્રાઈમ અને યુથ છે આ વિષય પર સાયબર સેલનાં શ્રી વિશાલભાઈ રબારી ,નાયબ પોલીસ અધિક્ષક, તેમજ શ્રી ક્રિપાલસિંહ રાણા એ માહિતી આપી હતી.કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ડો.પ્રિતેશભાઇ.વી.પોપટ, શ્રી ચાંદનીબેન ઈસલાણીયા ,શ્રી બીનાબેન રાવલ, શ્રી હિરલબેન રાવલ, શ્રી હિરેનભાઈ સોઢા, શ્રી મનીષાબેન યોગાનંદી તેમજ એમ.એસ.ડબલ્યું.સેમ.૨ અને ૪ નાં વિદ્યાર્થીઓ તેમજ પીએચ.ડી.નાં વિદ્યાર્થીઓ દ્રારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.