આયુવેર્દિક ઔષધિ વિતરણ કાર્યક્રમ ૨૦૨૧

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - રાજકોટ અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી - જામનગર ના સયુંકત ઉપક્રમે આયુવેર્દિક ઔષધિ વિતરણ કાર્યક્રમ ૨૦૨૧ 

        આયુષ મંત્રાલય ભારત સરકાર પ્રેરિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ના સંયુક્ત ઉપક્રમે આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે ફ્રન્ટલાઈન વોરિયર્સ કર્મચારીઓમાં રોગ પ્રતિકારક શક્તિ વધે એ હેતુથી વિનામૂલ્યે ઔષધિ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડો અનુપકુમાર ઠાકર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો વિજયભાઈ દેસાણી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ડો સાગર ભીંડે સાહેબ કાર્યક્રમના સંયોજક અને શારીરિક શિક્ષણ નિયામક ડો. જતીન સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવેલ હતી.

       મંચસ્થ મહાનુભવોનું સ્વાગત કાર્યક્રમ સાયોજકશ્રી ડો.જતીનભાઈ સોની દ્વારા કરવામાં આવેલ હતું. જામનગર થી ખાસ પધારેલા ડો. ભીંડે સાહેબે આ ઔષધી કેવી રીતે લેવી ઔષધિ કેવી રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને રોગ થવાથી બચાવશે એ બાબતે સૌને માહિતગાર કર્યા હતા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના સન્માનનીય કુલપતિ ડો અનુપકુમાર ઠાકર સાહેબે આયુર્વેદનું મહત્વ સમજાવ્યું હતું વૈશ્વિક લેવલે આયુર્વેદનો વધતો જતો વ્યાપ આગામી મહામારી ઓથી આપણને બચાવશે આયુર્વેદ બાબતે તેમજ દૈનિક દિનચર્યા અને ખોરાક બાબતે ખૂબ જ મહત્વની જાણકારી તેઓએ આપેલ હતી પહેલું સુખ તે જાતે નર્યા ઉઠી ને યાદ કરી ને તેમણે ખોરાક અને સાથે સાથે યોગ જેવી કસરતો કરી ને વ્યક્તિ તંદુરસ્ત રહી શકે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો વિજયભાઈ દેસાઈ સાહેબે જામનગર યુનિવર્સિટીના કુલપતિ નો આભાર વ્યક્ત કર્યો હતો અને જો કદાચ covid 19 નો third wave આવે તો આ ઔષધી અને તેમના દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન આપણને સંકટમાંથી જરૂર બચાવશે એવી આશા એમણે વ્યક્ત કરી હતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં યુનિવર્સિટી સ્થિત ભવનના અધ્યક્ષ શ્રી ઓ અધ્યાપક ગણ કર્મચારીગણ વિદ્યાર્થીગણ જોડાય. શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવેલ હતી


Published by: Physical Education Section

28-10-2021