Free Seminar for mental and physical health of daughters at Yamuna Hostel, Saurashtra University

યમુના હોસ્ટેલ - સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે દિકરીઓના માનસિક તથા શારિરિક સ્વાસ્થ્ય માટે એક નિશુલ્ક સેમિનારના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા.

ડો. ઉન્નતીબેન શેઠ દ્વારા દિકરીઓને આયુર્વેદ અને એની અસરકારક ચિકિત્સા વિષે સમજણ પુરી પાડવામાં આવેલ હતી અને મુખ્યત્વે માઈન્ડ,  બોડી અને સોલ પર કામ કરીને કેવી રીતે તંદુરસ્ત રહેવું એની પર વક્તવ્ય આપ્યું હતું.  ત્રણ દાયકાથી વધુ સમય આ જ ક્ષેત્રે કાર્ય કરી રહ્યા છે ત્યારે,  ઉન્નતિબહેને દિકરીઓને પોતાની માનસિક તથા શારિરિક તંદુરસ્તી જાળવવા અપીલ કરી હતી. 

આ કાર્યક્રમમાં સિન્ડિકેટ સભ્યશ્રી ડો. પ્રફુલ્લાબેન રાવલ, વિમેન્સ જીમના કોઓર્ડીનેટર શ્રીમતી ડો.  આરતીબેન ઓઝા, ડો. નીતુબેન કનારા તથા હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Office of the Pro Vice Chancellor

05-07-2019