ફિટનેસ સેન્ટરના કોઓર્ડીનેટર ડો.આરતી બહેન ઓઝા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કેમ્પસ સ્થિત વિવિધ ભવનોમાં જઈને વિદ્યાર્થીનીઓ ને માહિતગાર કરવામાં આવ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કેમ્પસ પર નવું શૈક્ષણિક વર્ષ શરુ થતાં ફિટનેસ એન્ડ ફ્રેશનેસ સેન્ટર ફોર વુમન માં શું શું પ્રવૃતિઓ થયા છે તેની માહિતી આપવા સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કેમ્પસ સ્થિત વિવિધ ભવનોમાં જઈને વિદ્યાર્થીનીઓ ને માહિતગાર કરવામાં આવ્યા હતા.

તમામ ભવનો થઈને લગભગ ૭૦૦ થી પણ વધારે વિદ્યાર્થીનીઓ સમક્ષ ફિટનેસ સેન્ટરના કોઓર્ડીનેટર ડો.આરતી બહેન ઓઝા અને ફિટનેસ ટ્રેનર રીનાબહેન જોશીએ બિલકુલ નજીવી ફી માં જીમમાં કેવાકેવા સાધનોની સવલત આપવામાં આવે છે, જેવી જુદીજુદી વિગતો રજુ કરી હતી.

આ ફિટનેસ ડ્રાઈવ ના કારણે ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીની બહેનોએ ફિટનેસ સેન્ટરની મુલાકાત લઇ નામની નોધની કરવી હતી.


Published by: Women Fitness

04-07-2023