Fit India Plogging Run Program on Gandhi Jayanti

ભારતના રાષ્ટ્રપિતાશ્રી મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતિની ઉપલક્ષ્યમાં આજે 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિના દિવસે દેશના આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ શરૂ કરેલા "ફીટ ઈન્ડિયા મુવમેન્ટ" અંતર્ગત આજરોજ ગુજરાત રાજય સરકારશ્રીના ઉચ્ચશિક્ષણ વિભાગ અને ફીટ ઈન્ડિયા મુવમેન્ટના રાજ્યના નોડલ ઓફીસર અને સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. અર્જુનસિંહ રાણાના પત્ર અન્વયે સમગ્ર ગુજરાતની યુનિવર્સિટીઓમાં એક સાથે, એક સમયે "ફીટ ઈન્ડિયા પ્લોગીંગ રન" કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે માન. કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી એ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમીતે આયોજીત "ફીટ ઈન્ડિયા પ્લોગીંગ રન" કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને સંબોધન કરતા જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજી એ સત્ય અને સ્વચ્છતાના આગ્રહી હતા. ગાંધીજીને સમગ્ર વિશ્વએ સ્વયં સ્વીકૃત કર્યા છે ત્યારે તેમના જીવનમાંથી આપણે સૌ પ્રેરણા લઈ સ્વચ્છતા અંગે જાગૃત થઈએ. સાથે સાથે આપણે ફીટ રહીએ, સ્વસ્થ રહીએ અને સ્વચ્છતાના આગ્રહી બનીએ તેમ જણાવેલ હતું.

માન. ઉપકુલપતીશ્રી ડો. વિજયભાઇ દેશાણી એ જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જીવન યુવાનો માટે આદર્શ અને પ્રેરણા છે. માન. ઉપકુલપતીશ્રી એ યુવાનોને મહાત્મા ગાંધીજીનાં જીવનના મૂલ્યો અને તેમનાં વિચારોના વાહક બનવા અનુરોધ કરેલ હતો.

આ કાર્યક્રમમાં કેમ્પસ ખાતે રહેલ કચરો-પ્લાસ્ટિક એકત્ર કરી પ્લાસ્ટિક મુકત કેમ્પસ બનાવવાની સંકલ્પનાની શરૂઆત કરવામાં આવેલ હતી.

આ કાર્યક્રમમાં સિન્ડિકેટ સભ્યશ્રી ડો. પ્રફુલ્લાબેન રાવલ, કુલસચિવશ્રી ડો. રમેશભાઈ પરમાર, શારીરિક શિક્ષણ નિયામકશ્રી ડો. જતીનભાઈ સોની, ભવનોના અધ્યક્ષશ્રીઓ, કર્મચારીઓ તથા એમ.પી.એડ. ના વિદ્યાર્થીઓ આ મુહીમમાં જોડાયા હતા.

Published by: Office of the Vice Chancellor

02-10-2019