ભારત સરકાર દ્રારા વર્ષ ૨૦૧૯માં જાહેર કરવામાં આવેલ ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત "આઝાદી કા અમૃત મહોત્સવ ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન ૨.૦" નું આયોજન શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા તા. ૦૩/૦૯/૨૦૨૧ અને તા. ૦૪/૦૯/૨૦૨૧ અને તા. ૦૭/૦૯/૨૦૨૧ ના રોજ કરવામાં આવેલ હતુ,જેમાં યુનિવર્સિટીના માન.કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી સાહેબ માર્ગદર્શન હેઠળ ફ્રીડમ રનની શરૂઆત સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતેથી કરવામાં આવેલ હતી.આ ફ્રીડમ રનમાં સવારમાં આવતા મોર્નિંગ વોકર્સ, પોલીસ તથા આર્મીની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો, બાસ્કેટબોલ રમતની તાલીમ લેતા ભૂલકાઓએ ફ્રીડમ રનનો લાભ લીધેલ હતો.