First Psychology fair in Gujarat organized by Department of Psychology, Saurashtra University

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મનોવિજ્ઞાન ભવન દ્વારા ગુજરાતનો સૌપ્રથમ

“મનોવિજ્ઞાન મેળો” યોજાયો.

        તા. ૨૨/૦૨/૨૦૧૯ને શુક્રવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મનોવિજ્ઞાન ભવન દ્વારા ગુજરાતનો પ્રથમ મનોવિજ્ઞાન મેળો યોજાયો. મેળાના ઉદઘાટન સમારોહમાં નવનિયુક્ત કુલપતિશ્રી          ડૉ. નીતિનભાઈ પેથાણી, કુલનાયકશ્રી ડૉ. વિજયભાઈ દેશાણી, ડૉ. ભરતભાઈ રામાનુજ,            ડૉ. કમલભાઈ પરીખ, મનોવિજ્ઞાન ભવનના સ્થાપક અને પૂર્વ અધ્યક્ષ ડૉ. ડી.જે. ભટ્ટ, સીન્ડીકેટ સભ્યશ્રી ડૉ. હરદેવસિંહ જાડેજા, ડૉ. પ્રવીણસિંહ ચૌહાણ અને ડૉ. દિનેશ પંચાલ હાજર રહ્યા હતા.

        સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય રંગમંચમાં યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.નીતિનભાઈ પેથાણીના અધ્યક્ષસ્થાને આયોજિત આ સમારોહનો શુભારંભ સમૂહ પ્રાર્થના અને ઉપસ્થિત સૌ મહેમાનોએ વિદ્યાની દેવી માં સરસ્વતી સમક્ષ દીપ પ્રાગટ્યથી કરેલ. મનોવિજ્ઞાન ભવન દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવ મહેમાનોનું પુષ્પ અને પુસ્તક વડે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ.

        મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ એ. જોગસણ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. મનોવિજ્ઞાન મેળાના વિચારબીજની વાત કરતા તેમણે જણાવ્યું કે, પોતાના મિત્ર અને અધ્યાપક ડૉ. બી.ડી. ઢીલા સાથેની મજાક-મસ્તીમાંથી મનોવિજ્ઞાન મેળો કરવાનો વિચાર સ્ફૂર્યો. ત્યારબાદ ડૉ. જે. એન. ચંદ્રવાડિયા, ડૉ. ભરતભાઈ કટારીયા, ડૉ. ભરતભાઈ ખેર,                 ડૉ. ધીરેનભાઈ પંડ્યા અને ડૉ. બી. ડી. ઢીલા સાથેની ચર્ચાએ આ કાર્યક્રમ કરવાની હિંમત આપી. તેમણે જણાવ્યું કે, સમાજમાં જેટલું વિજ્ઞાનનું મહત્વ છે તેટલું જ મહત્વ સામાજિક વિજ્ઞાનનું પણ રહેલું છે. આ ઉપરાંત તેમણે મનોવિજ્ઞાન મેળાની સમગ્ર રૂપરેખા વર્ણવી.

        કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. કમલ પરીખે શારીરિક રોગની પાછળ મનોવિજ્ઞાન ક્યાં કામ કરે છે તે તેમના તબીબી અનુભવને આધારે વર્ણવ્યુ અને કહ્યું કે “માણસની ભૂલોથી ડોકટરોનો વૈભવ વધતો હોય છે.” વિશ્વમાં હાલ લોકોનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે, તેનું કારણ ક્યાંક ને ક્યાંક મનોવિજ્ઞાન સાથે જોડાયેલું છે. સ્વસ્થ, નીરોગી અને તંદુરસ્ત જીવન જીવવા માટે મનોવિજ્ઞાનના જ્ઞાનની ઉપયોગીતા સમજાવી હતી. તેમણે એ પણ જણાવ્યું કે, પહેલા જે “મસલ્સ પાવર”નો ખ્યાલ હતો તે બદલાયને “મની પાવર” થઇ ગયો છે, પરિણામે વ્યક્તિ સતત તણાવ, ચિંતા, ખિન્નતા જેવા ગંભીર માનસિક રોગનો ભોગ બેન છે. મનોવિજ્ઞાન લોકોને ખુશ કરવા જ કાર્ય કરે છે.

        શિક્ષણશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડૉ. ભરતભાઈ રામાનુજે મનોવિજ્ઞાન અને શિક્ષણશાસ્ત્ર એક બીજાના પર્યાય અને સમાન છે તેવું જણાવ્યું. તેમણે પ્રક્ષેપણ કસોટીઓના ઉપયોગ દ્વારા મનની આંતરિક સ્થિતિ જણાવી વિવિધ મનોવૈજ્ઞાનિકના શિક્ષણ સિદ્ધાંતોની વ્યવહારિક ઉપયોગીતા સમજાવી. તેમજ વર્તમાન શિક્ષણપદ્ધતિમાં આંતરવિદ્યાકીય અભિગમનું મહત્વ સમજાવ્યું.

        આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવનિયુક્ત કુલપતિશ્રી ડૉ. નીતિનભાઈ પેથાણી અને કુલનાયકશ્રી ડૉ. વિજયભાઈ દેશાણીનું મનોવિજ્ઞાન ભવન પરિવાર દ્વારા સન્માન પુષ્પ આપી તેમજ ભવનનાં ક્લાર્ક ઘનશ્યામસિંહ જાડેજા દ્વારા બંને મહેમાનોને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું.

        કાર્યક્રમના ઉપ અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલનાયકશ્રી વિજયભાઈ દેશાણી સાહેબે જણાવ્યું કે, માનવજીવનની તમામ સમસ્યાઓના ઉકેલ ભરતીય ધર્મ સંસ્કૃતિના ધર્મશાસ્ત્રમાં છે. શાસ્ત્રના ઊંડાણમાંથી મનોવૈજ્ઞાનિક સત્યો શોધવાની તાતી જરૂર ઉભી થઇ છે. તેમણે વ્યાવહારી જીવનની સમસ્યાઓના ઉકેલ માટે વિવિધ ધર્મગ્રંથોનું વાંચન કરવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી.

        કુલપતિશ્રી ડૉ. નીતિનભાઈ પેથાણી સાહેબે અધ્યક્ષીય ઉદબોધનમાં જણાવ્યું કે, મનોવિજ્ઞાન મેળો મારા ગુરૂજનો અને વિદ્યાર્થીઓ સુધી પહોચવાનું માધ્યમ બન્યું છે. વ્યક્તિની તાસીર બદલાય ત્યારે સમાજની તસ્વીર બદલાય છે. આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે સમાજની તસ્વીર કઈક જુદી બનતી જાય છે, તે સમાજ માટે જોખમરૂપ છે. તમામ સામાજિક વિજ્ઞાનોમાં મનોવિજ્ઞાન એ સૌથી અગત્યનું સામાજિક વિજ્ઞાન છે.

        મહાનુભાવોના વક્તવ્યો બાદ કુલપતિશ્રી અને કુલનાયકશ્રીના વરદ હસ્તે રીબીન કાપીને મનોવિજ્ઞાન મેળાને ખુલ્લો મુકવામાં આવેલ. મનોવિજ્ઞાન મેળામાં મદદરૂપ થનાર ડૉ. નીતિનભાઈ પટેલ, ડૉ. સુરેશભાઈ મકવાણા, ડૉ. આર. જી. પરમાર, ડૉ. અલ્પેશભાઈ કોતર અને અશોકભાઈ પ્રજાપતિનું શાલ અને પુસ્તક ભેટ આપી સન્માન કુલપતીશ્રી ડૉ. નીતિનભાઈ પેથાણી અને        ડૉ. વિજયભાઈ દેશાણીએ કરેલ. ઉદઘાટન સમારોહમાં હાજર રહેલ મહેમાનોનો અભારદર્શન      ડૉ. તરલીકાબેન ઝાલાવાડિયા દ્વારા કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. ધારાબેન દોશી દ્વારા કરવામાં આવ્યું. ઉદઘાટન સમારોહ પૂર્ણ થયા બાદ સુરુચિ ભોજન તમામે સાથે બેસીને લીધેલ.

        આ મનોવિજ્ઞાન મેળામાં ૫૬૬ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું. ચાર્ટ/પ્રોજેક્ટ સ્પર્ધામાં ૨૦૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. મનોવિજ્ઞાન વિષયના જુદા જુદા ૨૦૦ જેટલા ચાર્ટ અને પ્રોજેક્ટ રજુ થયા. ૨૦થી વધુ જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો જોડાયા. વંડાથી ૧૪, ભાવનગરથી ૩૪, જેતપુરથી ૭૮, ગાંધીનગરથી ૨૪, વલ્લભ વિદ્યાનગરથી ૧૭, જામનગરથી ૩૮, મોરબીથી ૧૦, જૂનાગઢથી ૨૨, અમદાવાદથી ૧૪, મહેસાણાથી ૧૧, સુરેન્દ્રનગરથી ૨૪, લાલપુરથી ૨૨ તેમજ અન્ય ઘણી જગ્યાએથી સ્પર્ધકો આવ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક કોલેજમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપવામાં આવ્યો હતો.

        કોલેજ પ્રમાણે, શ્રી ડી.કે.વિ. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ- જામનગરના કુલ ૧૧ વિદ્યાર્થીઓમાંથી સોલંકી અર્ચના પ્રથમ, ઓઝા જ્હાનવી દ્વિતીય અને પીઠડીયા અવનીએ તૃતીય સ્થાન મેળવેલ. તેઓએ અનુક્રમે તરુણ આત્મહત્યા, સંગીતની માનસિકતા પર અસર અને સોશિયલ મીડિયા વિષય પર ચાર્ટ રજુ કર્યા હતા.

હરિવંદના ફિઝીયોથેરાપી કોલેજ- રાજકોટના કુલ ૨૦ વિદ્યાર્થીઓમાંથી ભુવા ડેનીશા પ્રથમ, હિત બેલાણી દ્વિતીય અને રાબડીયા રચનાએ તૃતીય સ્થાન મેળવેલ. તેઓએ અનુક્રમે બળવિકૃતિ, ડીપ્રેશન અને ફોબિયા વિષય પર ચાર્ટ રજુ કર્યા હતા.

શ્રી. એ. કે. દોશી મહિલા કોલેજ જામનગરની ૨૨ વિદ્યાર્થીનીઓમાંથી કલ્યાણી જ્હાનવી પ્રથમ, નકુમ લીલાવતી દ્વિતીય અને વાઘેલા રિદ્ધિએ તૃતીય સ્થાન મેળવેલ. તેઓએ અનુક્રમે સ્કીનર પ્રયોગ, ભુલભુલામણી પ્રયોગ અને સ્કીઝોફ્રેનીયા વિષય પર ચાર્ટ રજુ કર્યા હતા.

પી.ડી.યુ. નર્સિંગ કોલેજ- રાજકોટના ૨૨ વિદ્યાર્થીઓમાં કાચા બંસરી પ્રથમ, પરમાર શ્વેતા દ્વિતીય અને સોલંકી ગીતાએ તૃતીય સ્થાન મેળવેલ. તેમણે અનુક્રમે સંમોહન, મનોભાર અને શિક્ષણ વિષય પર ચાર્ટ રજુ કર્યા હતા.

પી. એસ. હીરપરા મહિલા કોલેજ- જેતપુરની ૪૩ વિદ્યાર્થીનીઓમાંથી રૈયાણી નેહલ પ્રથમ, ડોબરિયા ભૂમિ દ્વિતીય અને વસોયા કિંજલે તૃતીય સ્થાન મેળવેલ. તેમણે અનુક્રમે મંદબુદ્ધિના બાળકો, સોશિયલ મીડિયા ઈફેક્ટ અને રંગનું મહત્વ વિષય પર ચાર્ટ રજુ કર્યા હતા.

નંદકુંવરબા મહિલા કોલેજ- ભાવનગરની ૫ વિદ્યાર્થીનીઓમાં ગોહિલ પ્રીન્સીબા પ્રથમ, ચૌહાણ રીમ્પલ દ્વિતીય અને દેસાઈ ફેનાએ તૃતીય સ્થાન મેળવેલ. તેમના વિષય અનુક્રમે મોબાઈલ ડીસઓર્ડર, આત્મહત્યા અને અનિવાર્ય દબાણ વિકૃતિ હતા.

માતૃશ્રી વીરબાઇમા મહિલા કોલેજ- રાજકોટની ૧૨ વિદ્યાર્થીનીઓમાંથી ભટ્ટ કર્તવી પ્રથમ, ચૌહાણ નીલમ દ્વિતીય અને ખાણીયા ઉર્વીએ તૃતીય સ્થાન મેળવેલ. તેમના વિષય અનુક્રમે આવેગ નિયંત્રણ, રંગનું મનોવિજ્ઞાન અને સિગમંડ ફ્રોઈડની બાયોગ્રાફી હતા.

અંગ્રેજી ભવનના ૩ વિદ્યાર્થીઓમાંથી સેંજલીયા હેમાલી પ્રથમ અને વિષ્ણુ વર્ષાએ દ્વિતીય સ્થાન મેળવેલ. તેમણે ઇડ, ઈગો અને સુપરઈગો તેમજ વ્યક્તિત્વ વિષય પર ચાર્ટ રજુ કર્યા હતા. હિન્દી ભવનના 6 વિદ્યાર્થીઓમાંથી કાકી કાજલ પ્રથમ અને વાણીયા હિરલે દ્વિતીય સ્થાન મેળવેલ. તેમણે આજના સમાજની માનસિકતા અને આતંકવાદની માનસિકતા વિષય પર ચાર્ટ રજુ કર્યા હતા.

શિક્ષણશાસ્ત્ર ભવનના 19 વિદ્યાર્થીઓમાંથી હાર્દિક ધામેલીયા પ્રથમ, વોરા સાગર દ્વિતીય અને રાયચુરા કાજલે તૃતીય સ્થાન મેળવેલ. તેમણે અનુક્રમે બચાવ પ્રયુક્તિ, જીન પીયાજે થીયરી અને સામજિક વિકાસ સિદ્ધાંત વિષય પર ચાર્ટ રજુ કર્યા હતા.

મનોવિજ્ઞાન ભવન, સરદાર પટેલ યુનિવર્સિટીના 8 વિદ્યાર્થીઓમાંથી કનોજીયા જીતાક્ષી પ્રથમ, ભેડા જગદીશ દ્વિતીય અને પરમાર ભરતસિંહે તૃતીય સ્થાન મેળવેલ. તેમણે અનુક્રમે ઇટીંગ ડીસઓર્ડર, આકાર સ્થિરતા અને દર્પણાલેખન વિષય પર ચાર્ટ રજુ કર્યા હતા.

મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિ. સેમેસ્ટર-૨ના ૧૮ વિદ્યાર્થીઓમાંથી પારખીયા સુરભી પ્રથમ, વાડોલીયા કૃપા દ્વિતીય અને ગૌસ્વામી મનીષાએ તૃતીય સ્થાન મેળવેલ. મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિ. સેમેસ્ટર-૪ના ૧૬ વિદ્યાર્થીમાંથી પાટોડિયા દિવ્યા પ્રથમ, મોવલીયા ડીનલ દ્વિતીય અને બાવળિયા પ્રવીણે તૃતીય સ્થાન મેળવેલ.

મનોવિજ્ઞાન ભવન, ચિલ્ડ્રન યુનિ. ગાંધીનગરના ૧૬ વિદ્યાર્થીઓમાંથી ઠાકર વૃંદા પ્રથમ, શિકારી મોનિકા દ્વિતીય અને દેસાઈ અમીએ તૃતીય સ્થાન મેળવેલ. તેમણે અનુક્રમે સ્પીચ અને ભાષા વિકાસ, મૃત્યુચિંતા અને આત્મહત્યા રોકથામ વિષય પર ચાર્ટ રજુ કર્યા હતા.

હોમસાયન્સ ભવન, સૌરષ્ટ્ર યુનિ.ના ૧૪ વિદ્યાર્થીઓમાંથી ભંડેરી નિખિતા પ્રથમ, દેવડા તૃપ્તિ દ્વિતીય અને કગથરા માધવીએ તૃતીય સ્થાન મેળવેલ. તેમણે અનુક્રમે પોષણ સ્વાસ્થ્ય પીરામીડ, મનોભારમાં ઘટાડો અને આહારની મનોવૈજ્ઞાનિક અસર વિષય પર ચાર્ટ રજુ કરેલ.

ગીતાંજલિ કોલેજના ૪ વિદ્યાર્થીઓમાંથી ચૌધરી પ્રતિજ્ઞા પ્રથમ અને માલકીયા ભરતીએ દ્વિતીય સ્થાન મેળવેલ. આ ઉપરાંત જસાણી કોલેજ, આર. આર. પટેલ કોલેજ, કણસાગરા કોલેજ, જી.કે. & સી.કે. બોસમીયા કોલેજ, ટી.એન. રાવ કોલેજ, એમ.પી. શાહ કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

        સમાજના જુદા જુદા શ્રેષ્ઠીઓએ પણ આવીને મુલાકાત લીધી. આશરે બે હજાર લોકોએ મનોવિજ્ઞાન મેળાની મુલાકાત લીધી. કોલેજદીઠ પ્રથમ આવનારને ૫૦૦, દ્વિતિયને ૩૦૦ અને તૃતીયને ૨૦૦ રોકડ રકમ તેમજ સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.

        મનોવિજ્ઞાન ભવનમાં વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા ૧૦ મનોવૈજ્ઞાનિક પ્રયોગોનું પ્રત્યક્ષ પ્રદર્શન કરવામાં આવ્યું અને અન્ય વિદ્યાર્થીઓને મનોવૈજ્ઞાનિક પ્રયોગના સાધનો વિષે માહિતગાર કરવામાં આવ્યા. આ ઉપરાંત શિક્ષણશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓ દ્વારા ૪ પ્રયોગનું પ્રદર્શન કરવામાં આવ્યું. મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા આક્રમકતા, શૈક્ષણિક વિકાસ, ખિન્નતા, આપઘાત વૃત્તિ, આવેગિક સમાયોજન, યુવાનોની સમસ્યા, સ્ત્રી-પુરુષ સમાનતાનું પ્રત્યક્ષીકરણ, માનસિક સ્વાસ્થ્ય, આવેગશીલતા, ઘર અને કુટુંબ પ્રત્યેના મનોવલણો, વ્યક્તિત્વ માપન, મનોશારીરિક મનોભાર, પરીક્ષા મનોભાર, સામાજિક સમાયોજન, કૌટુંબિક સમાયોજન, સ્વાસ્થ્ય સમાયોજન અને સ્ત્રી સમસ્યાઓનું પ્રત્યક્ષીકરણ વગેરે જેવી ૨૦ જેટલી મનોવૈજ્ઞાનિક કસોટીઓનું માપન કરવામાં આવ્યું. માપનના આધારે ભાવનના તેજસ્વી વિદ્યાર્થીઓ દ્વારા યોગ્ય સલાહ-સૂચનો આપવામાં આવ્યા.

        ડૉ. ભાવેશભાઈ લોઢીયા દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉદઘાટન સમારોહ બાદ જુદા જુદા વિષય પર બહારથી પધારેલ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. ડૉ. યોગેશ એ. જોગસણ અને મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા લખાયેલ વિવિધ ૩૪ જેટલા પુસ્તકોનું પ્રદર્શન કરવામાં આવ્યું.

        સમાપન સમારોહમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ ડૉ. નિલાંબરીબેન દવે, ડૉ. નિદત્તભાઈ બારોટ, ડૉ. ભાવીનભાઈ કોઠારી અને ડૉ. વિજયભાઈ પટેલ હાજર રહ્યા હતા. વિવિધ યુનિવર્સિટીમાંથી આવેલ અધ્યાપકોનું પુસ્તક અને શાલ વડે સન્માન કરવામાં આવ્યું.

        સીન્ડીકેટ સભ્યશ્રી નિદત્તભાઈ બારોટે જણાવ્યું કે મનોવિજ્ઞાન વિષયની ખુબ જ તાતી જરૂરિયાત છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષે સરકારમાં રજૂઆત કરીને દરેક પ્રાથમિક અને માધ્યમિક શાળામાં એક મનોવિજ્ઞાનનો શિક્ષક રાખે તેવી મનોવિજ્ઞાન મેળાની રજૂઆત છે તેવું જણાવવું જોઈએ. ડૉ. ભાવીનભાઈ કોઠારીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર ડૉ. ધારા દોશીને ભવિષ્યના બેસ્ટ સંચાલક કહીને અભિનંદન પાઠવ્યા હતા. સમાપન સેશનના અધ્યક્ષ          નિલાંબરી બહેને જણાવ્યું કે મનોવિજ્ઞાન એ ખુબ જ જટિલ વિષય છે, તેને મેળા દ્વારા સમજાવવાની કોશિશ કરનાર મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

        મેળામાં ભાગ લેનાર સર્વે વિદ્યાર્થીઓએ એક જ સૂરમાં માંગ કરી કે આવો મેળો દર વર્ષે યુનીવર્સીટીએ યોજવો જોઈએ. સમગ્ર કાર્યક્રમના અંતે આખા દિવસનો સારાંશ પી.એચ.ડી. ના વિદ્યાર્થી જયેશ સરવૈયા દ્વારા રજુ કરવામાં આવ્યો. તેમણે ફીડબેકના આધારે જણાવ્યું કે, મનોવિજ્ઞાનના દરેક લોકોની માંગણી છે કે મનોવિજ્ઞાનનો વિશ્વ દિવસ આગામી ૧૨મી એપ્રિલે છે, તે દિવસે મનોનિદાન કેમ્પ રાખીને વિશ્વ મનોવિજ્ઞાન દિવસ ઉજવીએ. કાર્યક્રમનું સંપૂર્ણ માર્ગદર્શન કુલનાયકશ્રી વિજયભાઈ દેશાણીએ આપેલ. તેમનો મનોવિજ્ઞાન ભવન પરિવાર આભાર વ્યક્ત કરે છે.

        કાર્યક્રમને સફળ બનાવવા મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ એ. જોગસણ,        ડૉ. મીનાક્ષીબેન દેસાઈ, ડૉ. હેતલબેન પટોળીયા, ડૉ. ધારા દોશી, નીલેશ વાડોલીયા, મહેશ ચૌહાણ, જાદવ તૌફીક, સરવૈયા જયેશ, ભાગ્યશ્રી આશરા, રામાણી ડીમ્પલ, દુધાત્રા રેવતી,             જેપાર મીરાકુમારી, ચાવડા હસમુખ, પરમાર અમીત, જયેશ ચૌહાણ, ખરાડી કમલેશ,      ઉસદડિયા કિંજલ, રાઠોડ સંગીતા, કાલીયા કોમલ, મનોવિજ્ઞાન ભવનના એમ.એ. sem-II, sem-VI,  M.Phil અને Ph.D.ના વિદ્યાર્થીઓ તેમજ ઘનશ્યામસિંહ જાડેજા અને દીલુબેને ભારે જહેમત ઉઠાવેલ.

        કાર્યક્રમમાં સહયોગી થનાર નવીનભાઈ પટેલ, સુરેશભાઈ મકવાણા, દિનેશભાઈ પંચાલ, અશોકભાઈ પ્રજાપતિ, બી. ડી. ઢીલા, ભરતભાઈ કટારીયા, જે. એન. ચન્દ્ર્વાડિયા, ભરતભાઈ ખેર, ધીરેનભાઈ પંડ્યા, નિકેશ શાહ, આર. જી. પરમાર, જગદીશ પરમાર, ભરતભાઈ રામાનુજ,    રેખાબા જાડેજા, અશ્વીનીબેન, શ્રધ્ધાબેન બારોટ, યોગેશ પાઠક, રાજેશ ડોડીયા, પી.આર.રાજાણી, હર્ષાબેન કાસુંદરિયા, તરલીકાબેન ઝાલાવાડિયા, ગીતાબેન લગધીર, ભાવેશ લોઢીયા,        અલ્પેશ કોતર, ક્રિષ્નરાજસિંહ ઝાલા, રાજુભાઈ રાણા, દિનેશભાઈ વાળા, મયુર ભમ્મર,     કૌશિકભાઈ જાની, રાકેશ સાંચીયા, વીરેન ચુડાસમા અને વિપુલ પરમાર વગેરેનો આભાર         ડૉ. હેતલબેન પટોળીયાએ વ્યક્ત કર્યો હતો.                           


Published by: Department of Psychology

22-02-2019