સૌરાસ્ટ્ર યુનિવર્સિટીના સુવર્ણ વર્ષ નિમિત્તે તા. 06 જાન્યુઆરી 2017 ના રોજ શ્રીમતિ એસ.બી ગાર્ડી ઇંસ્ટીટ્યુટ ઓફ હોમ સાયંસ દ્વારા રજકોટ જિલ્લાના કોટડા સાંગાણી ગામની પ્રાથમિક શાળા ખાતે અધ્યક્ષા પ્રો. નિલામ્બરીબેન દવેના માર્ગદર્શન હેઠળ એક્ષ્ટેંશન એક્ટીવિટીનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેનો મુખ્ય વિષય “બેટી બચાવો, બેટી પઢાવો” હતો. આ વિષય પર ડો. રેખાબા જાડેજાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થિનીઓ દ્વારા નાટક, કઠપુતળીના ખેલ વિગેરે રજુ કરી શાળાના બાળકો તેમજ તેમના વાલીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે હિમજા ઉપાધ્યાય અને જિગ્ના દવે દ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” થીમ પર આધારિત વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવેલ પોસ્ટરના પ્રદર્શનનુ આયોજન કરવામા આવેલ અને બાળકોને સ્વચ્છતાનુ મહત્વ સમજાવવામા આવ્યુ હતુ. આ ઉપરાંત ડો. ગીતા રાઠોડ દ્વારા બદલાયેલી જીવન શૈલી અને પ્રાશ્ચાત્ય સંસ્કૃતી પર આધારિત ખોરાકની સ્વાસ્થય પર થતી અસરોને ધ્યાનમા રાખી આપણી પરમ્પરાઓ આધારિત પોષણયુક્ત અને ઓછા ખર્ચમા તૈયાર થયેલ સ્વાદિષ્ટ વાનગીઓની બનાવટ્નુ વિદ્યાર્થીનીઓની મદદ દ્વારા નિર્દર્શન કરવામા આવેલ અને બાળકોને આ વાનગીઓ નો સ્વાદ ખુબજ પસન્દ આવ્યો હતો. ડો. રાજેશ રાવલ તથા ડો. હસમુખ જોષી દ્વારા બાળકોનુ પોષણ સ્તર ક્લિનિકલ અને એંથ્રોપોમેટ્રીક પધ્ધતિ દ્વારા વિદ્યાર્થિનીઓની મદદ લઈ ચકાસવામા આવ્યુ હતુ. બાળકોમા પ્રોટીન અને લોહતત્વ તથા કેલ્સિયમની ખામી જોવા મળેલ. આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન શાળાના પ્રિંસિપાલ શ્રી પ્રદિપસિન્હ જાડેજા અને તેની ટીમનો ભરપુર સાથ મળેલ હતો.